ચાણક્યના જીવન પર બનારી ફિલ્મ બે ભાગમાં બનાવવા વિચારણા

મુંબઇ,
અજય દેવગન અને નીરજ પાંડેએ આજ સુધી સાથે કામ કર્યું નથી. હવે બંને ‘ચાણક્્ય’ના જીવન પર આધારિત ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરશે. ફિલ્મનું એનાઉન્સમેન્ટ એક વર્ષ પહેલા થયું હતું અને અજય તેમાં ચાણક્્યના પાત્રમાં દેખાશે. ચર્ચા છે કે, બંને આ ફિલ્મના બે ભાગ બનાવવાનો વિચાર કરી રહ્યા છે. જાકે, આ વાતને લઈને હજી અંતિમ નિર્ણય લેવાયો નથી કે કોઈ એનાઉન્સમેન્ટ પણ કરાયું નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીરજ ઘણા સમયથી ચાણક્્ય પર રિસર્ચ કરી રહ્યો છે અને તેને લાગે છે કે, ચાણક્્યની વાર્તા રસપ્રદ હોવાની સાથે ઘણી મોટી છે. તેમના જીવનની કેટલીક એવી ઘટનાઓ જેના વિષે કોઈને વધારે માહિતી નથી, તેને પણ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. નીરજ ચાણક્્યના જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા ઈચ્છે છે અને તેના મુજબ આ બધું એક ફિલ્મમાં દર્શાવવું અઘરું હશે.
અજયને આ ફિલ્મમાં પોતાના લુક માટે ઘણી મહેનત કરવી પડશે. ફિલ્મના નિર્માતા કદાચ આવતા વર્ષે આ ફિલ્મ પર કામ શરૂ કરશે. અત્યાર સુધીના કરિયરમાં અજયે ક્્યારેય કોઈ પણ રોલ માટે મુંડન કરાવ્યું નથી. જા તે આ રોલ માટે મુંડન કરાવે છે તો જાવાની વાત એ રહેશે.