ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત

ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત
Spread the love

મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી

ભિલોડા તાલુકાના વેજપુર ગામની કુમાર છત્રાલયમાં રસોઈ કામ કરતા દિનેશ ભાઈ લક્ષમનભાઈ ભાઈ ઉં. વર્ષ ૪૦ નું વીજ કરન્ટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.કુમાર છાત્રાલય બહાર ઝાડ પરથી પસાર થતા વીજ તાર નો કરન્ટ ઉતરતા મોત નિપજતા વેજપુર ગામમાં શોક સર્જાયો હતો, વીજ વિભાગની બેદરકારીથી અરવલ્લી જિલ્લાના અનેક લોકો અને પશુઓ એ જીવ ગુમાવ્યો છે ત્યારે વધુ એક કિસ્સા માં જીવ ગુમાવતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો, ઘટના ની જાણ છાત્રાલયના સંચાલકો અને ગ્રામજનો માલુમ પડતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભોગ બનેલા દિનેશભાઇ ના મૃતદેહ ને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ પ્રક્રિયા બાદ ભોલોડા કોટેજ હોસ્પિટલમા ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ ચૌધરી એ વીજ કરંટ થી મોત નીપજ્યું હોવાનું પ્રાથમીક તપાસમાં જણાવ્યુ હતું અને મૃતદેહને પરિવારને સોંપી,સમગ્ર મામલાની ભિલોડા પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!