પારનેરા દાદરી ફળિયા શાળાના મુખ્ય શિક્ષક ભારતીબેન ઠાકોરનો વિદાય સમારંભ યોજાયો.

પારનેરા દાદરી ફળિયા શાળાના મુખ્ય શિક્ષક ભારતીબેન ઠાકોરનો વિદાય સમારંભ યોજાયો.
પારનેરા દાદરી ફળિયા શાળામાં વર્ષોથી યશસ્વી બિનવિવાદિત શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરી વયનિવૃત થતાં મુખ્યશિક્ષક ભારતીબેન ઠાકોરનો સન્માનસમારંભ યોજાયો જેમાં પારનેરાના સરપંચ ભરતભાઈ પટેલ,ઉપસરપંચ હિતેશભાઈ પટેલ,જનસેવાના ટ્રસ્ટી બાબુભાઇ પટેલ,તાલુકાસંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ,ઉપપ્રમુખ રિતેશ પટેલ, સીઆરસી સોનલબેન દેસાઈ,સંજયભાઈ પટેલ,કેન્દ્રશાળા પરિવાર,શિક્ષકોમા અમિષાબેન,સુશીલાબેન,રાગીણીબેન,ઇલાબેન,નલિનીબેન,લક્ષ્મીબેન,અશોકભાઈ,સહિત પરિવારના રમેશભાઈ, પૂજા,અમિત,કૃપા,ઠાકોરભાઈ સહિતના પરિવારના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતાં.ભારતીબેન ઠાકોરનું ઉપસ્થિત લોકોએ સન્માનપત્ર અને ભેંટસોગાદો આપીને અભિવાદન કર્યુ હતું.આ પ્રસંગે ભારતીબેને ભાવુક થતાં જણાવ્યું કે આટલી દીર્ઘાયુ કારકિર્દી એક સ્વપ્નની જેમ પૂર્ણ થઇ ગઈ અને ખબર પણ ની પડી અને આજે શાળા છોડતા પોતાની માતાથી વિખુટા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.આશા રાખું છું કે હજુપણ આ શાળા,શાળાના શિક્ષક અને બાળકો એ મારો પરિવાર જ રહ્યો છે તે ખુબ જ પ્રગતિ કરે.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે દાદરી ફળિયા પ્રાથમિક શાળા એટલે મારી માતા ચિંતુબાની યાદોની સ્મૃતિ.જે શાળામાંથી હું ભણીગણીને આજે જે મુકામે પહોંચ્યો છું તેમા આ તમામ સગી મા સમાન ગુરુજનોનો ખુબ જ મોટો ફાળો છે.દર્દીઓના ભારે ભીડને કારણે હું રૂબરુ કાર્યક્રમમા પહોંચી શક્યો ન હતો.પરંતુ મારી હંમેશા શુભકામના શાળા અને બાળકો સાથે જોડાયેલી છે અને ભારતીમાસી પાસે હજુવધારે સેવાકીય કામોની અપેક્ષા રાખું છું.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300