સુરેન્દ્રનગર માં જરૂરિયાતમંદ લોકો નાં ચેહરા માં સ્મિત લાવવાનો અનોખો પ્રયાસ

સુરેન્દ્રનગર માં જરૂરિયાતમંદ લોકો નાં ચેહરા માં સ્મિત લાવવાનો અનોખો પ્રયાસ
દાતાશ્રી સેટેલાઇટ અમદાવાદ અને માંજલપુર વડોદરા જૈન સંઘનાં સહયોગથી તેમજ જૈન સોશ્યલગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર તેમજ સ્વામી વિવેકાનંદ અને ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અંદાજીત ૩૫૦ જોડી કપડાંનુ વિતરણ કરવામાં આવ્યું. જેમાં રાજેશભાઈ મઠિયા, સિલ્વર ગ્રુપનાં પ્રમુખ કૃણાલભાઈ મેહતા, જીલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, કૃણાલભાઈ બાવીસી, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડનાં જીલ્લા સંયોજક ગુંજન સંઘવી તેમજ તાલુકા અને નગરપાલિકાનાં સંયોજકો ઉપસ્થિત રહેલ.
આ સિવાય સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દર વર્ષે વસ્ત્રદાનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે જેમાં જીલ્લામાંથી અંદાજીત ૩૫૦૦ જોડી કપડાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવેલ.
રિપોર્ટ જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300