વિધ્નહર્તા ગણેશ ૫૦૦ એપિસોડઝ પૂરા કરે છે

વિધ્નહર્તા ગણેશ ૫૦૦ એપિસોડઝ પૂરા કરે છે
Spread the love

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનુ વિધ્નહર્તા ગણેશ દર્શકોના માનસમાં તેની છાપ મુકિ દે છે તેના અદભુત વિષયવ્સ્તુ દ્વારા કે જે લોકોને શુધ્ધ ભક્તિમાં લઈ જાય છે. આ શો જયારથી શરૂ થયો ત્યારથી તેના ઉપર દર્શકોએ તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે અને તે બધાને માટે આશ્ર્ચર્ય પમાડનારું નથી કે આ શો એ ૫૦૦ એપિસોડનો માઈલસ્ટોન પૂરો કર્યો છે અને આ ટીમે નક્કિ કર્યુ છે કે ગણપતિ પૂજા કરવા દ્વારા તેની પારંપરીક ઢબની ઉજવણી કરશે.

વિધ્નહર્તા ગણેશ તે સૌથી લોકપ્રિય ટેલિવિઝન ધર્મપુરાણોમાંથી એક છે અને તેના બધા જ દાદાદાદીઓ દ્વારા તેમના પૌત્રપૌત્રીઓ માટે તેના ધાર્મિકપુરાણના સ્ત્રોત તરીકે માન્ય કર્યુ છે. આ શો એ હાલમાં જ શિવના ૧૯ અવતારોને પૂરા કર્યા છે અને ગણેશના ૩ અવતારોને વર્ણવવા તરફ આગળ વધી રહ્યો છે. મલ્ખન સિંઘ અને આકાંક્ષા પુરી દર્શકોને પ્રભાવિત કરવાનુ ચાલુ રાખે છે તેમના શિવ અને પાર્વતીના નિરૂપણ કરવા દ્વારા, આ શો જે પ્રેમ મેળવી રહ્યો છે તેના પ્રત્યે તેમનો આભારીભાવ વ્યકત કરી રહ્યા છે. આ આખી જ ટીમ ઉજવણી કરતી જોવા મળી હતી કારણકે દિવસની શરૂઆત ગણપતિ પૂજા સાથે થઈ હતી અને બધા જ ગણેશ-આરતી માટે એકઠા મળ્યા હતા. આ કલાકારોએ તેમની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ એક નાની મુસાફરી છે અને તેઓ એક દિવસે ૨૦૦૦ એપિસોડ પૂરા કરવાની આશા રાખે છે.

મલ્ખન સિંઘ એટલે કે શિવે કહ્યુ, “દર્શકો પાસેથી આ શો આટલો બધો પ્રેમ મેળવી શકયો છે તે એક અદભુત બાબત છે અને દરેક જણનો હું તેમના ટેકાને માટે આભાર માનુ છુ. આ માઈલસ્ટોન મોટો લાગે છે પરંતુ જયારે અમે સાથે શુટીંગ કરી રહ્યા છીએ ત્યારે અમને લાગતું જ નથી કે અમે આટલા લાંબા સમયથી સાથે છીએ. બધા જ કલાકારો અને ટીમની વચ્ચે અદભુત જોડાણ છે અને દર્શકોને વૈશ્ર્વિક કક્ષાની શ્રેણી આપવા અમે અમારું શ્રેષ્ઠ કામ આપવા કટીબધ્ધ છીએ.” મલ્ખનની વાતમાં ઉમેરો કરતા આકાંક્ષા એટલે પાર્વતીએ કહ્યુ, “અમારી વચ્ચે ખૂબ સારું જોડાણ છે અને કલાકારો તેમજ ટીમ હવે એક કુટુંબ બની ગયુ છે. આ શો ને ૫૦૦ એપિસોડઝ પૂરા કરવાનુ એક મોટુ માન મળ્યુ છે અને તેની ઉજવણી કરવા માટે ગણપતિ પૂજા કરવા સિવાય બીજી કોઈ શ્રેષ્ઠ રીત નથી.

અમારા માટે તે જાણે કે એક શરૂઆત છે અને અમે મારી સામે એક લાંબી મુસાફરી જોઇએ છીએ.” કોન્ટીલો એન્ટરટેઈનમેન્ટના અભિમન્યુ સિંઘ કે જે આ શો ના નિર્માતા છે તેમણે કહ્યુ, “વિધ્નહર્તા ગણેશને તે જયારથી શરૂ થયુ ત્યારથી અત્યાર સુધીમાં જે પ્રેમ અને વખાણ મળ્યા છે તેથી હું આભારી છું. આ શો ને જીવંત બનાવવા માટે કોન્ટીલોની આખી જ ટીમે જે થાકયા વગર કામ કર્યુ છે તેનો હું આભારી છું. કોન્ટીલોનો ધ્યેય એ છ કે સૌથી વધુ વાસ્તવિક રીતે વર્ણવેલી વાર્તાઓને એવી રીતે રજૂ કરવી કે જેથી દર્શકોને તે સ્પર્શી જાય અને આજે ૫૦૦ એપિસોડઝ પૂરા કરી રહ્યા છીએ, હું માત્ર એટલી જ આશા રાખું છુ કે અમે આ શો મારફતે અમારા દર્શકોને હચમચાવાનુ ચાલુ રાખીશું.” વિધ્નહર્તા ગણેશ માત્ર સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર સોમવારથી શુક્રવાર રાત્રે ૭:૦૦ કલાકે.

Admin

Admin

9909969099
Right Click Disabled!