વિદ્યા બાલન શોર્ટ ફિલ્મ ‘નટખટ’ની પ્રોડ્યૂસર બની

વિદ્યા બાલન શોર્ટ ફિલ્મ ‘નટખટ’ની પ્રોડ્યૂસર બની
Spread the love

મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદેનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, તાપસી પન્ન્, નિત્યા મેનન, કિર્તી કુલ્હારી, શરમન જાષી તથા સોનાક્ષી સિંહા જેવા કલાકારો છે. વિદ્યા બાલન હવે પ્રોડ્યૂસર બની છે. હાલમાં જ વિદ્યા બાલને શોર્ટ ફિલ્મ ‘નટખટ’ પ્રોડ્યૂસ કરવાનો નિર્ણય કર્યો છે. આ શોર્ટ ફિલ્મમાં વિદ્યા બાલને મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. શોર્ટ ફિલ્મ ‘નટખટ’માં સામાજિક મુદ્દાઓ પર વાત કરવામાં આવી છે.

જેમાં લિંગભેદ, રેપ કલ્ચર, ડોમેÂસ્ટક વાયોલન્સ, પિત્તૃ સમાજ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. વિદ્યા બાલને ફિલ્મ અંગે કÌšં હતું કે આ ફિલ્મની વાર્તા ઘણી જ પાવરફુલ છે. તેને ફિલ્મની સ્ટોરી તરત જ ગમી ગઈ હતી અને તે એÂક્ટંગની સાથે સાથે આરએસવીપી બેનર હેઠળ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરી રહી છે. વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફિલ્મના ક્લેપબોર્ડની તસવીર શૅર કરીને કÌšં હતું કે તે છેલ્લાં ઘણાં દિવસથી ખુશ અને ઉત્સાહી છે. તેણે એક્ટર તરીકે પહેલી જ વાર શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે અને આ ફિલ્મથી તે પ્રોડ્યૂસર પણ બની છે. તેણે ક્્યારેય પ્રોડ્યૂસર થવાનો વિચાર કર્યો નહોતો. આ અનુભવ ઘણો જ સારો રહ્યો.

Admin

Admin

9909969099
Right Click Disabled!