જૈકલીન પોતાની યૂટ્યૂબ ચેનલથી સકારાત્મકતાને પ્રોત્સાહન આપશે

મુંબઈ,
જૈકલીન ફર્નાડીઝે પોતાની યૂટ્યૂબ ચેનલને લોન્ચ કરવાનું કારણ શેર કરતાં કÌšં કે ”સકારાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્લેટફોર્મ શરૂ કરી રહી છે.” બોલીવુડની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક જૈકલીન ફર્નાંડીઝ, જે ના ફક્ત પોતાની કમર્શિયલ સફળ ફિલ્મો માટે પ્રશંસિત નામ છે, પરંતુ બ્રેંડ સર્કિટમાંથી એક મોટું નામ છે. તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર ૩૦ મિલિયન ફોલોવર્સના આંકડાને પાર કર્યા બાદ હવે જૈકલીન ફર્નાંડીઝ પોતાની યૂટ્યૂબ ચેનલને લોન્ચ કરી રહી છે.
જૈકલીન ફર્નાંડીઝે પોતાની યૂટ્યૂબ ચેનલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આની પાછળ છુપાયેલ આઇડીયા અને તેમાં પ્રશંસકો માટે શું ખાસ છે, તેના વિશે વાત કરી છે, પોતાની યૂટ્યૂબ ચેનલ વિશે વાત કરતાં જૈકલીન ફર્નાંડીઝ કહે છે કે ”તેની પાછળ સકારાત્મકને પ્રોત્સાહન આપવા માટે પોતાનું એક મંચ બનાવવાનો આઇડીયા છે. હું લોકોની સાથે એ પણ શેર કરીશ કે બોલીવુડમાં એક કોમર્શિયલ અભિનેત્રી હોવા પર કેવું લાગે છે અને તેના માટે શું-શું કરવું પડે છે. મેં જે પણ શીખ્યું છે અને જે પણ શીખી રહી છું, આ બધુ હું મારી ચેનલ દ્વારા તેની સાથે શેર કરીશ.”