ધીણોજ કેળવણી વિકાસ મંડળ દ્વારા ધનવંતરી શારદોત્સવ યોજાયો…

ધીણોજ કેળવણી વિકાસ મંડળ દ્વારા ધનવંતરી શારદોત્સવ યોજાયો…
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધીણોજ કેળવણી વિકાસ મંડળ દ્વારા ધનવંતરી શારદોત્સવ યોજાયો…
ભારત દેશનું નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે :-મંત્રી ઋષિકેશભાઈ પટેલ
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામે ધનવંતરી શારદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારમાં નિમણૂક પામેલ કર્મચારી તથા અધિકારીઓનું સન્માન તેમજ ધનવંતરી તેજસ્વી વિદ્યાર્થી સાહેબ ફંડમાં દાન આપનાર વિશિષ્ટ દાતાઓના આ સન્માનના ત્રિવેદી કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભ કામનાઓ અને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, આ કાર્યક્રમ આરોગ્ય અને શિક્ષણનો સમન્વય છે. આપને સૌ ધનવંતરી ભગવાન પાસેથી આયુર્વેદના અને મા શારદા પાસેથી જ્ઞાન મેળવીને મનુષ્ય પોતાની જાતને સાર્થક બનાવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જેમને 2047 નું વિજન આપ્યું છે. આપણે 2047 સુધી વિકસિત દેશની હરોળમાં સ્થાન પામશું. જેમાં શિક્ષણનું મહત્વનું યોગદાન રહેશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ 20મી સદી અને 21 મી સદી વચ્ચેનું અંતર સમજી અપકમિંગ ટેકનોલોજી ક્ષેત્રે મહારત હાંસિલ કરવી પડશે.
દુનિયાના વર્તમાન પ્રવાહથી વાકેફ થઈને તેને અનુલક્ષી સ્કિલ પ્રાપ્ત કરવી પડશે. જેના લીધે દેશ મક્કમ ગતિથી આગળ વધશે. ભારતીય યુવાનો પણ વિશ્વમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે. દુનિયાની ઉચ્ચ કંપનીના સીઇઓ ભારતીયો છે. ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના કિચન કેબિનેટમાં પણ સમાવેશ થઈ રહેવાનો ગર્વ છે. ભારત દેશનું નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે. આ પ્રસંગે હું કહેવા માગું છું કે આગળ વધવા માટે ટૂંકા રસ્તાઓ અપનાવશો નહીં. આ ટૂંકા રસ્તાઓ હંમેશા નુકસાનકારક જ સાબિત થશે. આપ સૌ મહેનત આત્મવિશ્વાસ સાથે આગળ વધજો. તમે હંમેશા દરેક પાસેથી સારી પ્રેરણા લઈ આગળ વધજો. સર્જનાત્મક દિશામાં સનાતન સંસ્કૃતિના માર્ગે પર ચાલીને આગળ વધવા મારી અપીલ છે. આ પ્રસંગે હું માતાઓને પણ કહેવા માગું છું તમે પણ દીકરીઓને સનાતન સંસ્કૃતિ પ્રમાણે ચાલવા પ્રેરણા આપજો. જેથી દીકરીઓ પણ ભારતીય સંસ્કૃતિને ચરિતાર્થ કરી શકશે.
આ પ્રસંગે પ.પૂ.રાજરાજેશ્વર યોગીજી રૂખડનાથજી મહારાજ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી, ગામના સ્થાનિક આગેવાનો દશરથભાઇ ચૌધરી, કાનજીભાઈ ચૌધરી, બાબુભાઈ પટેલ, મોતીભાઈ દેસાઈ, નાથુભાઈ દેસાઈ, રમીલાબેન ચૌધરી, ડૉ નવીનભાઈ શાહ, મહેન્દ્રભાઈ ભાવસાર,મોતીભાઈ દેસાઈ સહિત સામાજીક, રાજકીય અને શૈક્ષિણક અગ્રણીઓ તથા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300