થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મરુતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના રહેવાસી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.
અકસ્માત ની અન્ય ઘટનામાં સૂત્રાપાડા નજીકના આલિદરા ગામે કુવામાંથી પાણી ભરતા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ હંસાબેન ચાવડા ના પરીજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર ની સહાય મોકલી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300