પાટણ : બળાત્કાર-અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પેરોલ ફલો સ્કવોડ ટીમે ઝડપી પાડ્યો

પાટણ : બળાત્કાર-અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પેરોલ ફલો સ્કવોડ ટીમે ઝડપી પાડ્યો
Spread the love

બળાત્કાર-અપહરણના ગુન્હામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફલો સ્કવોડ ટીમે ઝડપી લીધો…

પોલીસ મહાનિરીક્ષક, ચિરાગ કોરડીયા,સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાઈ પાટણનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ.બી.સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો તથા વચગાળાના તથા જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓ,કેદીઓને પકડવા મળેલ હકીકત આધારે બરોડા ખાતે ટીમ પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન હકીકત મળેલ કે વિસનગર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ બળાત્કાર- અપહરણ ના ગુનાનો આરોપી અને છેલ્લા બે વર્ષ થી નાસતા-ફરતા આરોપી મેહુલભાઈ રામાભાઈ રાવળ રહે.છડીયારડા તા.જી.મહેસાણાવાળો ડી.એસ.ફાર્મ હાઉસ સુરાસામળ તા.સિનોર જી.વડોદરા ખાતે હાજર છે જે હકીકત આધારે ટીમના માણસો સાથે ઉપરોકત હકીકતવાળી જગ્યાએ વોચ ગોઠવી ઉપરોક્ત નાસતા-ફરતા આરોપી મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ પાટણ સીટી “બી” ડીવીજન પો.સ્ટે સુપ્રત કરી આગળ ની કાયૅવાહી માટે સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!