લકુલીશ યોગાશ્રામ, અમદાવાદ દ્વારા કરવામાં ૧૦૮ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન

લકુલીશ યોગાશ્રામ, અમદાવાદ દ્વારા કરવામાં ૧૦૮ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન
૧૦૮ પંચ કુંડીય મહાયજ્ઞ અંતર્ગત સપ્ત કુંડીય મહાયજ્ઞ નું લકુલીશ યોગાશ્રામ, અમદાવાદ દ્વારા તા.૯-૨-૨૫ નાં રવિવારના રોજ અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં આવેલ વીણાકુંજ સોસાયટી ખાતે આયોજન કરવામાં આવેલ.
હિન્દુ સનાતન સંસ્કૃતિનાં પુનઃ ઉત્થાન તેમજ વાયુમંડળના શુદ્ધિકરણ તથા સકારાત્મક ઊર્જા થકી માનવ સૃષ્ટિ તેમજ સર્વ જીવોના કલ્યાણ હેતુ આ સર્વ કલ્યાણ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.
કાયાવરોહણ લકુલિશધામથી અત્રે પધારેલ પૂજ્ય ગુરુ પ્રીતમ મુનિજીની ઉપસ્થિતિમાં તેમજ વડોદરાથી પધારેલ આચાર્ય શ્રી જયેશભાઈ જોશીની નીશ્રામાં સંપૂર્ણ શાસ્ત્રોક રીતે કરવામાં આવેલ આ પવિત્ર યજ્ઞમાં છપ્પન (૫૬) ભક્તોએ ભાવપૂર્વક આહુતિ આપી ધન્યતા અનુભવી.
પૂજ્ય ગુરુજીએ જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દરેક જણે યોગ અને યજ્ઞ કરવા જોઈએ અને પોતાના તેમજ સમગ્ર જીવોના કલ્યાણ હેતુ યજ્ઞ કરવાના મહત્વતાની સમજ આપી. હાજર સેંકડો ભક્તજનોએ પૂજ્ય ગુરૂજીનાં આશીર્વાદ સાથે અમૃતવાણી નો લાભ લીધો.
લકુલીશ યોગાશ્રમ, અમદાવાદ નાં પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, મંત્રીશ્રી સુરેશભાઈ પટેલ, ખજાનચી શ્રી તપનભાઈ તથા સહ ખજાનચી શ્રી સિધ્ધાર્થ જાડાવાળા, શ્રી રણજીતસિંહ સોલંકી તેમજ તેમની ટીમના સભ્યોએ ખૂબ સુંદર વ્યવસ્થા કરેલ.
રિપોર્ટ: ભરતકુમાર શાહ સાથે સિધ્ધાર્થ જાડાવાળા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300