પોરબંદર : ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અરવનેસ કાર્યક્રમ યોજાયો

પોરબંદર : ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અરવનેસ કાર્યક્રમ યોજાયો
ગુડ સમરીટન યોજના, ટ્રાફિક નિયમોની સમજ તેમજ વાહનો માં રેડીયમ પટ્ટા લગાડી,ટ્રાફિક નિયમો લખેલ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું
ગોસા(ઘેડ) : પરવાહ રાજય વ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત પોરબંદર ટાફીક પોલીસ દ્વારા પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે રોડ સેફટી અવરનેસ યોજાયો.
પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાનાઓના
સલામતી માર્ગદર્શન તથા સૂચના મુજબ “પરવાહ” રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-૨૦૨૫ અંતર્ગત પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.
જેમાં વાહનચાલકોને વાહનોના જરૂરી તમામ દસ્તાવેજો બાબતે તથા ટ્રાફિક નિયમોની જાણકારી આપી નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવેલ હતું, તેમજ ગુડ સમરીટન યોજનામાં વાહન અકસ્માતમાં ભોગ બનનાર ઈજાગ્રસ્તોને ગોલ્ડન અવર્સમાં સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડનાર વ્યકિતને ગુડ સમરીટન કહેવામાં આવે છે અને મદદરૂપ થનાર ગુડ સમરીટનને પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર મળવાપાત્ર છે અને ગુડ સમરીટનને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તેની પૂરતી કાળજી લેવામાં આવે છે અને તે ઈચ્છે તો તેમની ઓળખ પણ ગુપ્ત રાખી શકે છે વિગેરે માહિતી આપવામાં આવેલ હતી.આ ઉપરાંત જણસી લઈને આવતા વાહનોમાં રેડીયમ પટ્ટા લગાવવામાં આવેલ તેમજ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો લખેલ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કામગીરીમાં ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા એ.એસ.આઈ. બી. કે. ઝાલા, પો.કોન્સ.સંજયભાઈ દુર્ગાઈ, ડ્રા.મયુરભાઈ બાલશ, મુકેશભાઈ રાઠોડ જોડાયા હતા.
રિપોર્ટ:-વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300