બાબરા સરકારી માધ્યમિક શાળામા “પરીક્ષા પે ચર્ચા” વિધાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો…

સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળામા “પરીક્ષા પે ચર્ચા” વિધાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા માધ્યમિક શાળામા ધો.9 ,ધો.10 ના વિધાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “પરીક્ષા પે ચર્ચા” સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
પરીક્ષા પે ચર્ચા સંવાદ કાર્યક્રમ અંતર્ગત આત્મવિશ્વાસની અમૂલ્ય શક્તિથી જીવનશૈલીને વધુ સુદ્રઢ કરી જીવન ઘડતર માટે મહત્વના સિદ્ધાંતો ને અનુસરી પોતે જ પોતાના ઉજ્જવળ ભવિષ્ય ના ઘડવૈયા બનીએ… આ પ્રકારની અનેક અત્યંત ઉપયોગી ટીપ્સ અને માર્ગદર્શન વિધાર્થીઓને અપાયું સાથેજ પ્રધાનમંત્રી ના સંબોધન માંથી વિધાર્થીઓને તનાવ મુક્ત રહીને ડર છોડી ને પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શાળા ના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ, જીતુભાઈ રાવળ, પ્રભાતભાઇ ઠાકોર અને શાળા ના સેવક શૈલેષભાઈ ઠાકોર તમામ સ્ટાફ સાથે રહી ને કાર્યક્રમ નિહાળ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300