કડી : માતાજીના દર્શન કરીને પરત જઈ રહેલા મિત્રોએ બાઈક ઉપરથી સ્ટેરીંગ નો કાબુ ગુમાવી દેતા બે મિત્રોના મોત : 1 ને ઇજા

કડી : માતાજીના દર્શન કરીને પરત જઈ રહેલા મિત્રોએ બાઈક ઉપરથી સ્ટેરીંગ નો કાબુ ગુમાવી દેતા બે મિત્રોના મોત : 1 ને ઇજા
Spread the love

કડી : માતાજીના દર્શન કરીને પરત જઈ રહેલા મિત્રોએ બાઈક ઉપરથી સ્ટેરીંગ નો કાબુ ગુમાવી દેતા બે મિત્રોના મોત : 1 ને ઇજા

કડીના કરણનગર વાય જંકશન કેનાલ પાસે અકસ્માત સર્જાયો,મરતોલી માતાજીના દર્શન કરીને પિયત જઈ રહેલા મિત્રોએ બાઈક ઉપરથી સ્ટેરીંગ નો કાબુ ગુમાવી દેતા બે મિત્રોના મોત,1 ને ઇજા

કડી તાલુકા ના કરણનગર ગામની સીમમાં આવેલ વાય જકશન નર્મદા કેનાલ ઉપર ભયંકર અકસ્માત સર્જાતા બાઈક ઉપર જઈ રહેલ બે મિત્રોના મોત થયા હતા જ્યારે એક મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી ઘટનાને લઇ કડી પોલીસ આવી પહોંચી હતી અને ઘટતી કાર્યવાહી કરવામાં આવેલી હતી.

કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં આવેલ વાય જંકશન મુખ્ય નર્મદા કેનાલ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જ્યારે કરણનગર વાય જંકશન માંથી એક ફાંટો સૌરાષ્ટ્ર અને એક ફાંટો ઉત્તર ગુજરાત તરફ જાય છે જ્યારે વાય જંકશન માંથી ઉત્તર ગુજરાત તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર અકસ્માત સર્જાયો હતો જ્યારે કલોલ તાલુકાના પિયજ ગામના વતની હર્ષદ ગણેશજી ઠાકોર ઉંમર વર્ષ આશરે 18, તુષાર બાબુજી ઠાકોર ઉંમર વર્ષ આશરે 15 અને હર્ષદ અશોકજી ઠાકોર ત્રણે મિત્રો બાઈક નંબર GJ 18 FC 2664 લઈને બુધવારે બપોરે ત્રણે મિત્રો આજે પૂનમ હોવાથી મરતોલી માતાજીના દર્શન કરવા માટે ગયા હતા જ્યારે દર્શન કરીને ત્રણે મિત્રો બાઈક ઉપર પોતાના ઘરે પિયજ ખાતે જઈ રહ્યા હતા.

હર્ષદ ગણેશજી ઠાકોર, તુષાર બાબુજી ઠાકોર અને હર્ષદ અશોકજી ઠાકોર ત્રણે જણા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કરણનગર વાય જંકશન નર્મદા કેનાલ નજીક પહોંચતા અચાનક જ રોડ ઉપર રહેલ બમ્પ ફૂલ ઝડપે કુદાળી દેતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને ત્રણે મિત્રો બાઈક લઈને રોડ ઉપર પથડાયા હતા. જ્યારે હર્ષદ ગણેશજી ઠાકોર નું સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે તુષાર બાબુજી ઠાકોરને એમ્બ્યુલન્સ મારફતે કરણ નગર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયેલા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું કારણ મોત નીચું હતું જ્યારે તુષાર અશોકજી ઠાકોરને ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો. ઘટનાને લઇ મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાને લઇ પોલીસ આવી પહોંચી હતી અને ઘટતી કાર્યવાહી કરવામાં આવેલી હતી.

રિપોર્ટ : ધવલ ગજ્જર કડી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!