દિલ્હી રેલ્વે સ્ટેશન પર માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

દિલ્હી રેલ્વે સ્ટેશન પર માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
રાજધાની દિલ્હીથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે શનિવારે રાત્રે દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 13 14 15 પર કુંભમાં જવા માટે બહુ જ મોટી સંખ્યામાં મુસાફરો હોવાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર 18 લોકોના કચડાઈ જવાને કારણે કરુણ મૃત્યુ થયા છે. આ આઘાતજનક ઘટનામાં માર્યા ગયા છે તેમાં ૧૪ બહેનો તેમજ ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
પૂજ્ય બાપુની રામકથા કચ્છના કોટેશ્વર મહાદેવ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે કોટેશ્વરની વ્યાસપીઠેથી ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ સીતેર હજારની સાંતવના રાશી અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાના મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300