રામાયણ પ્રચાર સમિતિ, અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

રામાયણ પ્રચાર સમિતિ, અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.
Spread the love

રામાયણ પ્રચાર સમિતિ, અમદાવાદ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

ત્રણસો થી વધુ શ્રી રામચરિત માનસનાં પારાયણ તેમજ બાવનથી વધુ ગીતા જયંતી મહોત્સવનું આયોજન કરનાર શ્રી પરસદરાય શાસ્ત્રીના નિધન ઉપર અમદાવાદમાં સારંગપુર ખાતે આજે તા.૧૬-૨-૨૫ ના રવિવારના રોજ શ્રી રામાયણ પ્રચાર સમિતિ દ્વારા શ્રધ્ધાંજલિ સભા યોજવામાં આવેલ.
સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા તે પરસદરાય શાસ્ત્રી અઠ્ઠાણું (૯૮) વર્ષે વિદેહ થયા. યોગીવર્ય શ્રી રામદાસ શાસ્ત્રીના તેઓ પ્રથમ શિષ્ય હતા.
સંસ્થાના પ્રમુખ ડૉ. વાસુદેવ પાઠકની નિશ્રામાં યોજાયેલ સ્વાતંત્ર્યવીર અને આજીવન શિક્ષકની આ સભામાં સમાજના અગ્રણીઓ શ્રી મુકુંદ મોદી, શ્રી સિધ્ધાર્થ જાડાવાળા, શ્રી અશોક શાસ્ત્રી, શ્રી અજય ત્રિવેદી, શ્રીમતી ચંદ્રિકાબેન પાઠક, શ્રી હરેશભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં રામભક્તોએ સ્વ. શ્રી પરસદરાય શાસ્ત્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

રિપોર્ટ: ભરતકુમાર શાહ સાથે સિધ્ધાર્થ જાડાવાળા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!