રાધનપુર વોર્ડ નં.1માં પોલીસની સરાહનીય કામગીરી

રાધનપુર વોર્ડ નં.1માં પોલીસની સરાહનીય કામગીરી,વય વૃદ્ધ મતદાન અર્થે આવતા પોલીસે ફરજ નિભાવી
રાધનપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નં.1માં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી.વય વૃદ્ધ મતદાન અર્થે આવતા પોલીસે ફરજ નિભાવી હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકકોની ચૂંટણીઓમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કરતા પોલીસ ની કામગીરી પણ સરાહનીય જોવા મળી હતી.
પાટણ જિલ્લામાં સીનીયર સિટીઝન, વૃદ્ધ અને અશક્ત દિવ્યાંગ મતદારોએ પોતાના મતાધિકાર ઉપયોગ કરી ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. લોકો મતદાન આપી ને લોકશાહી પરંપરા ને આગળ વધાવી રહ્યા છે. ત્યારે રાધનપુરમાં પોલીસની કામગીરીને પણ લોકોએ સરાહી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300