” ચલો કુંભ ચાલે” યોજના હેઠળ મહાકુંભના મેળામાં એસ.ટી.બસ ની યાત્રામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર

” ચલો કુંભ ચાલે” યોજના હેઠળ મહાકુંભના મેળામાં એસ.ટી.બસ ની યાત્રામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર
યાત્રા રૂટની બસમાં સુપર વાઈઝર તરીકે પોરબંદર એસ.ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી સરાહનીય કામગીરીથી શ્રદ્ધાળુઓ ખુશ.
એસ.ટી.નિગમ મહાકુંભ મેળાની જેમ ચાર ધામની યાત્રા માટે પણ વાલ્વો બસ કરે તેવી લોક, શ્રદ્ધાળુઓની માંગણી.
ગોસા (ઘેડ): પાવન ગંગા યમુના તથા અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણીના તટે શ્રદ્ધા,ભક્તિ આધ્યાત્મિક તાનો મહાસંગમ ઘાટ પર ચાલી રહેલા ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ માં ત્રિવેણી સંગમ ખાતે ઐતિહાસિક કુંભમેળામાં પવિત્ર સ્થાન કરવા માટે શ્રદ્ધાળુઓના મહાસાગર સર્જાયો છે ત્યારે આ મહાવીર મહાજામ જેવા પડકારોની પરવાહ પ્રભાકર્યા વિના લાખોની સંખ્યામાં ભાવિકો પવિત્ર સ્નાન ડુબકી લગાવવા ઉલટી પડ્યા હતા.
ગુજરાતના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાને ડૂબકી લગાવી શકે તે માટે પ્રયાગરાજ યાત્રા સરળ બનાવવા ગુજરાત સરકાર તરફથી એસ.ટી.ની એસી વાલો બસ શરૂ કરવામાં આવી હતી.
જે અંતર્ગત “ચલો કુંભ ચાલે” યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત થી GSRTC ની પ્રીમિયમ સર્વિસ હેઠળ રોજની ૬ એ.સી.વોલ્વો બસ પ્રયાગરાજ (યુપી) ખાતે હાલમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં જવા માટે શરૂ કરવામાં આવી છે.
સરકાર ની આ યોજનાને અભૂતપૂર્વ સફળતા મળી છે અને આ બસો નું એડવાન્સ બુકિંગ શરૂ થયા ના પ્રથમ દિવસ થી ટિકિટ માટે લાઇનો લાગી ગઈ હતી અને જોત જોતામાં જ તા.૨૫/૦૨/ ૨૦૨૫ સુધીની તમાંમ બસો ફુલ થઇ ગઇ હતી.
માત્ર રૂ.૮૭૦૦ ના નજીવા દર થી પ્રયાગરાજ ના મહાકુંભ મેળા માં જતી આ બસો માં ૨ દિવસના થ્રિસ્ટાર હોટેલમાં રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓને પણ આવરી લેવામાં આવી છે ત્યારે આ યાત્રામાં જનાર મુસાફરો ભારે સંતુષ્ઠ થયા છે.
તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ રાજકોટ થી પ્રયાગરાજ ના મહા કુંભ મેળા માં જવા માટે ઉપડેલી બસ માં સૌરાષ્ટ્ર ના પોરબંદર, માણાવદર, જુનાગઢ, જામ રાવલ, કલ્યાણપુર સહિતના ગામોમાં થી યાત્રાળુઓ એ મહાકુંભના મેળામાં ભાગ લીધો હતો અને ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
એસ.ટી. વિભાગ દ્વારા આ રૂટની બસમાં સુપરવાઈઝર તરીકે પોરબંદર એસ.ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને નિમણુક આપવા માં આવી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ પુર્ણ થયેલ આ બસ ના યાત્રાળુઓ એ ખુબ સરસ અને સુવિધાસભર યાત્રા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત એસ.ટી. નિગમનો આભાર વ્યક્ત કરી એસ.ટી.નિગમ દ્વારા ચાર ધામ યાત્રા પણ વોલ્વો બસ દ્વારા શરૂ કરવા આવે તેવી માંગણી કરેલ હતી.
સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણી ના માર્ગદર્શન હેઠળની આ ટ્રીપ થી સંતુષ્ઠ થયેલા મુસાફરોએ શ્રી રૂઘાણી નો પણ આભાર વ્યક્ત કરેલ હતો અને વડીલ યાત્રીઓ એ શ્રી રૂઘાણી ને આશીર્વાદ પણ પાઠવેલ હતા.
રિપોર્ટ:-વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300