આણંદ મહાનગરપાલિકાના બંન્ને પ્રવેશ દ્વાર પેઇન્ટિંગ કરાવીને આકર્ષક બનાવાય

આણંદ મહાનગરપાલિકાના બંન્ને પ્રવેશ દ્વાર પેઇન્ટિંગ કરાવીને આકર્ષક બનાવાય
Spread the love

આણંદ મહાનગરપાલિકાના બંન્ને પ્રવેશ દ્વાર પેઇન્ટિંગ કરાવીને આકર્ષક બનાવાય

આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના ના માર્ગદર્શન મુજબ આણંદને આગવી ઓળખ આપવાના ભાગરૂપે સરદાર પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લા મથકના પ્રવેશ દ્વાર સામરખા ચોકડી અને ચિખોદરા ચોકડીના બ્રિજની દિવાલોને પેઈન્ટીંગ કરાવીને આકર્ષક બનાવવામાં આવી છે.


બ્રિજ નીચેની દીવાલો ઉપર આણંદ મહાનગરપાલિકા દ્વારા આકર્ષક ચિત્રકામની સાથે જિલ્લાની ઓળખને પ્રસ્થાપિત કરવાનું સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું છે.
આ ચિત્રકામના માધ્યમથી આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારના બ્રિજ નીચે મુખ્ય દિવાલો ઉપર સરદાર પટેલ યુનિવર્સીટી, બુલેટ ટ્રેન સહિતના પ્રકલ્પોને પીછીંના માધ્યમથી લોકો સમક્ષ ઉજાણર કરવામાં આવ્યા છે. જે લોકો માટે ખાસ આકર્ષણ રૂપ બન્યા છે.
આણંદ મહાનગરપાલિકા ના વિસ્તારો ચોખા રહે, સુંદર બને તે માટે કમિશનર શ્રી ના માર્ગદર્શન મુજબ મનપાની ટીમ નિયમિત શહેરને ચોખ્ખું ચણાક બનાવવા માટે રાત દિવસ કામ કરી રહી છે, આ અભિયાનમાં નગરજનો, વેપારીઓ, દુકાનદારો ના સાથ સહકાર માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા. આણંદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!