લોક કલ્યાણ વિદ્યાલય માઈધાર ખાતે જનરલ નોલેજની ખાસ કસોટીની આયોજન થયું

લોક કલ્યાણ વિદ્યાલય માઈધાર ખાતે જનરલ નોલેજની ખાસ કસોટીની આયોજન થયું
લોક કલ્યાણ વિદ્યાલય માઇધાર માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી GK-IQ-2025 પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. જે પરીક્ષાનો હેતુ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે સરકારી નોકરી મેળવવા માટે કેવી તૈયારી કરવી જોઈએ તેની માટેનો છે .તેનો પ્રથમ પરીક્ષાનો રાઉન્ડ શાળા કક્ષાએ લેવાયેલ આ પ્રથમ રાઉન્ડમાં પાસ થઈને વિદ્યાર્થીઓ બીજો રાઉન્ડ ભાવનગર ખાતે ભાગ લીધેલ . અહી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ વિદ્યાર્થીઓએ કર્યો હતો .તેમજ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિષ્યવૃતિ પ્રાપ્ત થયેલ છે .વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તે માટે શાળાના શિક્ષકોએ એ માટે તૈયારી કરાવેલ તેમજ શિષ્યવૃત્તિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યાં હતાં.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300