મહા શિવરાત્રી મેળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત – ‘માધવ સ્મારક સમિતિ’ નાં સ્ટોલનો પ્રારંભ કરાયો

મહા શિવરાત્રી મેળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત – ‘માધવ સ્મારક સમિતિ’ નાં સ્ટોલનો પ્રારંભ કરાયો
Spread the love

મહા શિવરાત્રી મેળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત – ‘માધવ સ્મારક સમિતિ’ નાં સ્ટોલનો પ્રારંભ કરાયો


આજથી જૂનાગઢ ખાતે મહા શિવરાત્રી નાં પાવન મેળાનો પ્રારંભ થયો. તેની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત – ‘માધવ સ્મારક સમિતિ’ નાં સ્ટોલનો પણ ભારત માતાની છબી પાસે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો.
આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, પ્રમુખશ્રી જતીનભાઇ નાણાવટી, મંત્રીશ્રી રાકેશભાઈ શેઠ, સહ વિભાગ કાર્યવાહ શ્રી જીતેશભાઇ પનારા તથા ગણમાન્ય પદાધિકારીઓ, સ્વયંસેવક બંધુઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અહીં મેળાનાં પાંચ દિવસ સુધી આ સ્ટોલ પરથી પ્રાથમિક ઉપચાર ની દવાઓ અને આયુર્વેદિક ઉકાળા ની સેવા આપવામાં આવશે તથા ટ્રસ્ટ નાં અનેકવિધ ચાલતા સેવાકાર્યો જેમકે શિક્ષણ કેન્દ્રો, સંસ્કાર કેન્દ્રો, આયુર્વેદિક પેટી, મેડિકલ સાધન સહાય કેન્દ્ર, ચિકિત્સાલય, યોગ કેન્દ્ર, હેલ્પ ડેસ્ક સેન્ટર, વાંચનાલય, બ્લડ ગૃપીંગ તથા બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવશે.

સ્થળ : માધવ સ્મારક સમિતિ સ્ટોલ, ભવનાથ પોલીસ ચોકી પાસે, કમાન ની બાજુમાં, ભવનાથ રોડ, જૂનાગઢ.

વંદે માતરમ્
રાકેશભાઈ શેઠ
માનદ મંત્રી
માધવ સ્મારક સમિતિ
જૂનાગઢ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!