તળાજા : શ્રી નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

તળાજા : શ્રી નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી
તળાજાની શ્રી નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ તળાજાની શ્રી નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા ભારદ્વાજ બાપૂ એ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા એટલે માતૃભાષા વિશાલભાઈ રાજ્યગુરુ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ છે ત્યાં સુધી આપણી માતૃભાષા છે વંદના બહેન ગોસ્વામી એમના વક્તવ્યમાં વિકાસ પામતી માતૃભાષા વિશે બાળકો સાથે વાત કરી હતી અને મિતુલભાઈ રાવળે સુંદર મજાની કાવ્ય પંક્તિઓ અને બાળકોને મોજ પડે એ રીતે સુંદર માતૃભાષાની રજૂઆત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પૂનમબેન જેઠવા ને કર્યું હતું મહેમાનોનું હાર્દિક સ્વાગત આચાર્યશ્રી ધર્મિષ્ઠાબેન ગોસ્વામી એ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ મોટી જહેમત ઉઠાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300