સોનપરી પ્રા.શાળા 2 ખાતે માતૃભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

સોનપરી પ્રા.શાળા 2 ખાતે માતૃભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી
પાલીતાણા નજીકના સોનપરી ની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષાના મહત્વ વિશે બાળકોએ આ દિવસે વિશેષ જાણકારી મેળવી હતી.
હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક અને ભાષાવિદ કુમારભાઈ ઉપાધ્યાય દ્વારા માતૃભાષાના મહત્વની ,તેની જરૂરિયાત ,ગુજરાતી ભાષાનો ઉદભવ ,માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ અને તેના ઇતિહાસ અંગે બાળકોને તેમની સરળ ભાષામાં સમજૂતી આપી હતી .બાળકો અને શિક્ષકોમાં માતૃભાષા પ્રત્યે રસ જાગૃત થાય અને તેમનો વાંચન રસ કેળવાય એ માટે તેમણે ગુજરાતીના શ્રેષ્ઠ કાવ્યો અને ગદ્ય રચનાઓને ઝાંખી કરાવી હતી .તેમણે બાળકો સમક્ષ કાવ્યો ,ભજનો છપ્પા, લોકગીત, પ્રાર્થના અને લગ્ન ગીતો પણ રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ થકી તેમના દ્વારા માતૃભાષાના વિકાસ માટે ,તેના સંવર્ધન માટે તેમજ તેની જીવંતતા માટે આપણે શું કરી શકીએ ? તે અંગે સુંદર અને સરળ રીતે સમજ અપાઈ.માતૃભાષા દિવસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300