સાંતલપુર નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહેલ ટેન્કરમાં આગ ભભૂકતા અફડાતફડી મચી…

સાંતલપુર નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહેલ ટેન્કરમાં આગ ભભૂકતા અફડાતફડી મચી…
Spread the love

સાંતલપુર નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહેલ ટેન્કરમાં આગ ભભૂકતા અફડાતફડી મચી…

ચાલું ટેન્કર નું ટાયર ફાટતાં આગ લાગી હોવાનું અનુમાન..

આ દુર્ઘટનામાં સમય સૂચકતા વાપરનાર ટેન્કર ચાલક નો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો..

પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર શનિવારના રોજ પસાર થઇ રહેલા ટેન્કરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી જોકે સમય સુચકતા સાથે ટેન્કર ચાલક નો બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.આ આગ ચાલું ટેન્કર નું ટાયર ફાટતા લાગી હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે તો બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરાતા ટેન્કરમાં લાગેલી આગને ઓલવવા તેઓ ધટના સ્થળે દોડી ગયા હતા પરંતુ ટેન્કરમાં લાગેલી આગ ઓલવાઇ તે પહેલાં આગની લપેટમાં ટેન્કર બળીને ખાખ થયું હોવાનું જાણવા મળ્યું છે.
સાંતલપુર નેશનલ હાઈવે પર સજૉયેલી આ મોટી દુર્ઘટના મા ટેન્કરમાં લાગેલી ભીષણ આગ ના ગોટેગોટા દુર દુર સુધી હવામાં ફેલાતા આસપાસના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા.
તો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને થતાં તાત્કાલિક તેઓએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી.બનાવ ના પગલે નેશનલ હાઈવે પર અફરાતફરીનો માહોલ સજૉયો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!