વારાહીથી પરસુંદ જવાનો માર્ગ ઘણા સમયથી બિસ્માર : લોકોને ભારે હાલાકી

વારાહીથી ધારાસભ્યના ગામ પરસુંદ જવાનો માર્ગ ઘણા સમયથી બિસ્માર, ગામ લોકોને ભારે હાલાકી..
ધારાસભ્ય પોતાના જ ગામમા રસ્તો બનાવવામાં નિષ્ફળ, લોકમુખે ચર્ચાનો વિષય બન્યો.
આશરે 17 કિલોમીટરના અંતરમાં આ રોડ ઉપર ખાડાઓનું ભરપૂર સામ્રાજ્ય, આ રોડ પર નવાકમાલપુર, નળીયા, વાઘપુરા,પરસુંદ સહીત 4 જેટલા ગામોને જોડતો રોડ બિસ્માર બનતાં વાહન ચલાવું મુશ્કેલ, અકસ્માતની ભીતિ…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા કમાલપુર, નળીયા, વાઘપુરા અને પછી પરસુંદ ગામ જવાનો રોડ એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આશરે 15થી 17 કિલોમીટરના અંતરમાં આ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોતા આ રોડ બિસમાર બનતાં વાહન ચલાવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રોડ ઉપર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને અસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે.
આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું વતન ગામ હોવા છતાં પણ અહીંયા પરશુદ ગામ તરફ જવાનાં રસ્તો નવો બનાવવામાં નથી આવતો ત્યારે ધારાસભ્ય પોતાના જ ગામમા રસ્તો બનાવવામાં નિષ્ફળ બન્યા હોય તેવા શબ્દોએ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજીને આ રોડ ઉપર પડેલા ખાડા જાણે કેમ દેખાતા ના હોય તેમ કોઇ સમારકામ કે કામગીરી હાથ ધરાઈ નથી. રોડ ઉપર પડેલા મસ મોટા મોટા ખાડાને કારણે આ માર્ગ પર અકસ્માત થાય કોઈ જાનહાની ના દ્રશ્યો સર્જાય તો જવાબદાર કોણ તેવા લોક મુખે સવાલ ઉઠી રહ્યા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300