રાધનપુરમાં નવી બનાવેલી ટાંકી લીકેજ થતાં કામમાં ભ્રષ્ટાચારની બૂમરાડ ઉઠી…

રાધનપુરમાં નવીન બનાવેલી ટાંકી લીકેજ થતાં કામમાં ભ્રષ્ટાચારની બૂમરાડ ઉઠી…
પોસ્ટ ઓફિસ પાસે બનાવેલ નવીન ટાંકીમાં પાણી ભરતાં ઠેર ઠેર લીકેજ થતાં કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો..
નલ સે જલ યોજના અંતર્ગત રૂ.21 કરોડ ની ફાળવણી,એજન્સીની કામગીરી નબળી હોવાનું આવ્યું સામે,એજન્સી દ્વારા કરેલ તમામ કામગીરીની ઉચ્ચકક્ષાએથી તપાસ થાય અને કસુર જણાય તો જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠી..
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નલ સે જલ યોજના અંતર્ગત રૂ.21 કરોડના ખર્ચે નવીન ચાર ઓવરહેડ ટાંકીઓ તેમજ પાઇપ લાઇન નાખવાની કામગીરી જીયુડીસી અને પાણી પુરવઠા વિભાગની દેખરેખ હેઠળ કરી હતી. જેમાં નવીન પોસ્ટ ઓફિસ પાસે બનાવેલ નવીન ટાંકીમાં પાણી ભરતાં ઠેર ઠેર લીકેજ થતાં કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
રાધનપુર શહેરમાં 7 ઓવરહેડ ટાંકીઓ પૈકી 3 જર્જરિત હોઈ તેને ઊતારીને નવીન 4 ઓવરહેડ ટાંકીઓ બનાવવાની કામગીરી નલ સે જલ યોજના અંતર્ગત કરી હતી. જેમાં શહેરના મધ્યમાં આવેલ નવીન પોસ્ટ ઓફિસ પાસેની જગ્યામાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ નવીન ઓવરહેડ ટાંકીમાં પાણી ભરતાં શનિવારના સવારે ટાંકીમાં લીકેજ જણાયા હતા અને તેના કારણે પાણી બહાર નીકળતું જોવા મળ્યું હતું.પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે નવીન ટાંકી હજુ સુધી નગરપાલિકાને સોંપી નથી જેને લઈને ટાંકી લીકેજ છે કે નહીં તેની નગરપાલિકાને જાણ નથી. સરકાર દ્વારા શહેરની જનતાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે નલ સે જલ યોજના અંતર્ગત રૂ.21 કરોડ ફાળવેલા છે. પરંતુ એજન્સીની કામગીરી નબળી હોવાનું સામે અાવી રહ્યું છે . એજન્સી દ્વારા કરેલ તમામ કામગીરીની ઉચ્ચકક્ષાએથી તપાસ થાય અને કસુર જણાય તો જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠી છે.
નલ સે જલ યોજના હેઠળ રૂ.21 કરોડના ખર્ચે રાધનપુરમા ચાર ટાંકીનું કામ કરાયું હતું:-
શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં કૌભાંડ થયેલ છે:-
રાધનપુર શહેરમાં અગાઉ જીયુડીસી અને પાણી પુરવઠા વિભાગની દેખરેખ હેઠળ રૂ.42 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરાઇ હતી. પરંતુ તે ભૂગર્ભ ગટર યોજના ક્યારેય શરૂ થવાં પામી નથી. એજન્સી અને અધિકારીઓ દ્વારા સુવ્યવસ્થિત રીતે તેમાં કથિત કૌભાંડ આચરાયું હોવાના અાક્ષેપો થયા હતા અને ભૂગર્ભ ગટરના લાભથી નગરજનો વંચિત રહ્યા હતા જેની તપાસ થવાના બદલે સરકાર દ્વારા નવીન રૂ.81 કરોડ મંજૂર કરી કૌભાંડ ઉપર ઢાંકપિછોડો કર્યાની બાબત ચર્ચાનો વિષય બનેલી છે ત્યારે નલ સે જલ યોજનાની કામગીરી અંગે સવાલ ઉઠી રહ્યા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300