ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તા.૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તા.૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે
ભવનાથ ખાતે સાધુ સંતો અને આશ્રમોની મુલાકાત લેશે
જૂનાગઢ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તા.૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ સ્થિત જુદા જુદા આશ્રમો ખાતે સંતો અને મહંતો અને અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
ગૃહ મંત્રીશ્રી બપોરનાં ૩ કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા અને શ્રી હરીગીરી મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ત્યાર બાદ આહવાન અખાડાની મુલાકાત લેશે અને શ્રી મુક્તાનંદબાપુ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.
આમ, ગૃહ રાજ્યમંત્રી શ્રી તબક્કાવાર ગોરખનાથ આશ્રમ ખાતે શ્રી શેરનાથ બાપુ સાથે, અવધુત આશ્રમ ખાતે શ્રી મહાદેવગીરી બાપુ સાથે, વસ્ત્રા પાર્થેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી મહેશગીરી બાપુ સાથે, ભારતી આશ્રમ ખાતે શ્રી હરીહરાનંદ બાપુ સાથે, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે શ્રી ઈન્દ્રભારતી બાપુ, પારસધામ ખાતે શ્રી નમ્રમુની મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત અને હોટલ આસોપાલવ પાસે શ્રી કિર્તીદાન ગઢવી સંચાલિત “શિવોત્સવ” અન્નક્ષેત્રની મુલાકાત પણ કરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300