રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માંણ્યો

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માંણ્યો
મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને સ્વચ્છતા જાળવવા અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અપીલ
મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવીએ ભક્તિ સભર પ્રસ્તુતિ આપી જમાવટ કરી : મોટી સંખ્યામાં ભાવિકોએ કાર્યક્રમ માંણ્યો
જૂનાગઢ : મહાશિવરાત્રી મેળામાં ચોથા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ, પ્રવાસન, સાસ્કૃતિક પ્રવૃતિઓ અને ક્લાઈમેન્ટ ચેન્જના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સહભાગી થયાં હતાં.
આ કાર્યક્રમને ખુલ્લો મૂકતા મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળામાં લાખો ભાવિકો શ્રદ્ધાભાવથી સાધુ સંતોના દર્શન અર્થે પધારે છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની જેમ ભવનાથમાં આ મીની કુંભ મેળો છે. જેમાં દેશ દુનિયાના લોકો આવે છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં આપણી ગૌરવશાળી વિરાસત અને સંસ્કૃતિને ખૂબ પોષણ મળ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને સ્વચ્છતા જાળવવા અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અપીલ કરી હતી.
મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવીએ ભક્તિસભર પ્રસ્તુતિ આપી જમાવટ કરી હતી. આ કાર્યક્રમને મોટી સંખ્યામાં ભાવિકોએ માંણ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ પ્રસંગોચિત સંબોધન કરતા સનાતન પરંપરાને ગૌરવરૂપ ગણાવી હતી અને મહાશિવરાત્રીના મેળા માટે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા આપતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમપ્રકાશ, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોષી,અધિક કલેક્ટર શ્રી એન. એફ. ચૌધરી, અગ્રણી સર્વશ્રી પુનિત શર્મા, ગિરીશ કોટેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300