માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
Spread the love

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર અને નવાગામનો એક પરિવાર સામાજિક પ્રસંગે ચોટીલા જવા રીક્ષા લઈને નીકળ્યો હતો અને તેમાં એક પરિવારના સભ્યો મુસાફરી કરતા હતા. આ રીક્ષા જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલ્યાસણ ગામ નજીક પહોંચી ત્યારે રોંગ સાઈડમાં આવતા એક ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃત્યુ પામેલાઓમાં આઠ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે.
પૂજ્ય મોરારીબાપુએ આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી
જયદેવ માંકડની યાદી માં જણાવાયું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!