આટલી મંદીમાં પણ આ એક વેપાર ધમધોકાર ચાલે છે.

આપણે રોડ પરથી પસાર થઈએ ત્યારે બરાબર રસ્તાની વચ્ચે બે હાથોમાં બુટ લઈ એક ભાઈ જોરજોરથી બુમો પાડતા નજરે પડે છે. સામાન્ય રીતે આપણને એમ લાગે કે મોટી મોટી બુટ કંપની નજીવી ખામી નજીવા નુક્સાનવાલા બુટ સસ્તામાં કાઢી નાખતી હશે. પણ એ ખોટી વાત છે.
આપણા બધા એપાર્ટમેન્ટમાં બધી સોસાયટીમાં બુટ આપણે ઘરના દરવાજા પર બહાર ઘરની બહાર ઉતારીએ છીએ. આપણી બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં સોસાયટીઓમાં મોટે ભાગે વોચમેન હોય છે વોચમેન આશરે રાતે બાર સાડા બારે મેઈન ગેટના દરવાજા બંધ કરી દે છે દરવાજા પર ખુરશી નાખી સુતા હોય છે અથવા કેબિન પાસે સુતા હોય છે
હવે મોડી રાતે રાતના એકથી ચારમાં સ્વાભાવિક છે કે બધા ગાઢ નિદ્રામાં હોય તે વખતે એક કે બે વ્યક્તિ અગાઉથી રેકી કર્યા મુજબ હાથમાં સાદો થેલો લઈ એપાર્ટમેન્ટમાં ચડી જાય છે પહેલાં માળે જે સારી કન્ડીશનમાં બુટ દેખાય તે ફટાફટ થેલામાં નાખી બીજે માળે પહોંચી જાય છે ત્યાં પણ જે બુટ સારા હોય ભારીમા હોય તે થેલામાં નાખી ત્રીજા માળે જાય છે આવી રીતે જેટલા માળનો એપાર્ટમેન્ટ હોય એટલા માળ ફટાફટ ફરી થેલો ભરી દાદર ઉતરી ઝડપથી એપાર્ટમેન્ટની બહાર નીકળી જાય છે.
આ ચોરેલા બુટ ખુલ્લેઆમ દિલ્હીગેટ સ્ટેશન વિસ્તાર ભાગલ ટાવર અને ભાગળ થી ચોક બઝાર વિસ્તારમાં લાગતા રાત્રિ બજારમાં રસ્તા પર ફૂટપાથ પર આરામથી બસો પાંચસોમાં જાહેરમાં વેચાય રહ્યાં છે
જાણકાર કેટલા વ્યક્તિઓ આ બુટ જાહેરમાં વેચાતા જોઈ તપાસ કરતા આ હકિકત સામે આવી છે. સી. સી. ટી. વી. માં ચોરીના ફૂટેજ જોઈ કેટલાક મિત્રો રસ્તા પર બુટ વેચતા વ્યક્તિ અને ચોરી કરતા વ્યક્તિ એક જ લાગતા વીસ પચ્ચીસ વ્યક્તિઓ પેલા બુટ વેચતા વ્યક્તિને પકડી સી. સી. ટી વી. ફૂટેજ બતાવી પોલીસ કેસ કરવાની ધમકી આપતા પોતે બુટ ચોર્યા હોવાની કબુલાત આપી છે.
સુરતના અમુક વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે.
સુરત પોલીસ જો કડક હાથે રસ્તા પર બુટ વેચતા વ્યક્તિઓને પકડી જેલમાં પુરવાની ધમકી આપી માર મારવાની બીક બતાવી સાચી માહિતી કઢાવે તો કદાચ આ બુટ ચોરીનો સિલસિલો અટકે. સાથોસાથ આપણા એપાર્ટમેન્ટ બિલ્ડિંગો સોસાયટીઓમાં સી. સી. ટી. વી. બ્રાન્ડ ચેક કરી લે ચાલુ હાલતમાં છે કે બંધ છે તે તપાસ કરે. આપણા વોચમેન મેઈન ગેટ રાતે બરાબર બંધ કરે મોડી રાતે ઘરે પધારતા જવાનીયાઓ ગેટ બરાબર બંધ કરે દાદર પર પેસેજોમાં રાતે લાઈટ ચાલુ હોય સી. સી. ટી. વી. બરાબર ચાલુ હોય વોચમેન જાગૃત સાવચેત હોય તો આવી ઘટનાઓ નિવારી શકાય એમ છે
સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા ઘરના દરવાજા સુધી તો આ લોકો પહોંચી ગયા છે. ભગવાન ના કરે કાલે ઊઠીને કોઈ ગંભીર બનાવ બને હત્યા રેપ જેવી ઘટના ના કરે નારાયણ બને તો એના માટે જવાબદાર કોણ?
રિપોર્ટ : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300