પ્રભુનાં ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ છે.

પ્રભુનાં ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ છે.
Spread the love

પ્રભુનાં ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ છે.

ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું.પ્રભુની સમીપ રહેવું તેનું નામ ઉપવાસ.ઈશ્વરના ચરણમાં વાસ તેનું નામ ઉપવાસ.સમજીને બુધ્ધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે,તન અને મન શુદ્ધ થાય છે. પ્રભુનાં ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ છે.જે દિવસે પાપ થાય તે દિવસે ઉપવાસ કરજો.

નિરાહાર અને ઉપવાસ વચ્ચે ફરક છે.જીભ દ્વારા ખાવાનું બંધ થાય એટલે ઉપવાસ થયો એમ ન કહેવાય.જ્યાં સુધી મનની પરવાનગી ન મળે એટલે કે મનમાંથી વિષયો ખરી ન પડે ત્યાં લગી ઇન્દ્રિયો પાસે સંયમ પળાવવો એ હઠાગ્રહ ગણાય છે.

વર્તમાન સમયમાં લોકો ઉપવાસ,એકટાણાં ખૂબ કરે છે.શ્રાવણ અને નવરાત્રીમાં આકરાં અનુષ્ઠાન રાખે છે.ચાતુર્માસ કરતાં જોવા મળે છે અને દાન ધર્મ પણ ખૂબ થાય છે પણ બધું દિશા વગરની દોડ જેવું હોવાથી પરિણામ મળતું નથી અને લોકો નિરાશ થઇ જાય છે અથવા તો એમ કહો કે બાહ્ય પ્રદર્શનના આ યુગમાં લોકોએ ઈશ્વર અને ધર્મને પણ પ્રદર્શનનો વિષય બનાવી દીધો હોવાથી થોડું ઘણું ધર્મને નામે જે કંઈ થઈ રહ્યું છે તે દંભ દેખાડો કે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે અને તેના કારણે ધર્મમાંથી મૂળ તત્વ ભૂંસાતું ગયું છે તો બીજું કારણ છટકબારી પણ છે એટલે કે સંયમ-નિયમને માટે જે વ્રત-તપરૂપે ઉપવાસ એકટાણાં કરવામાં આવે છે એમાં વ્યંજનો વધતા ગયાં અને આ નહીં તો આ રીતે ખાવું પીવું..એવું બધું પ્રવેશી ગયું છે જેને કારણે જાતને નિયંત્રિત કરવાની હતી એ થઈ નહીં પણ ઉલટાની ઈન્દ્રિયો વધુ ચંચળ બની છે.ટૂંકમાં કળીયુગના પ્રભાવને કારણે મનની ચંચળતા પર એક નિષ્ઠ થવાયું નહીં અને એને કારણે આ ધર્મ સારો,આ સંપ્રદાય સારો,અહીં વધુ લાભ છે..એવી અનેક નીતિઓને કારણે સનાતન ધર્મ સંસ્કૃતિ કે જેને અનુસરવાથી આપણા જીવન માર્ગ પર ખરેખર દિવ્ય પ્રકાશ પાથરતી હતી અને એ રીતે ગતિ કરવાથી નિશ્ચિતપણે એક દિવસ ઈશ્વર તત્વ મહેસુસ થવાનું હતું એ બધું દૂર દૂર રહી ગયું અને આપણે આ સારૂં કે તે સારૂં..વિચારવામાં જ રહી ગયા.સાચું નક્કી ન કરી શક્યા અને માર્ગમાં જ અટવાઈ ગયાં.

જે દિવસે તીર્થમાં જાવ તે દિવસે ઉપવાસ કરજો.બ્રાહ્મણનું અપમાન ન કરશો.પવિત્ર બ્રાહ્મણનું અપમાન કરે તેની તીર્થયાત્રા સફળ થતી નથી.ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે,પાપ બળે છે અને શરીરમાં સાત્વિકભાવ જાગે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો નવરાત્રિ વર્ષમાં ચાર વાર ઋતુઓના સંધિકાળ દરમ્યાન આવે છે.ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ સામાન્ય હોય છે.ઋતુઓનાં સંધિકાળમાં સિઝનલ બીમારીઓની અસર વધી જાય છે.આ સમયે ખાવા પીવામાં સાવધાની રાખવી જોઇએ.નવરાત્રિમાં વ્રત-ઉપવાસ કરવાથી ખાવા પીવામાં થતી બેદરકારીથી બચી શકાય છે.આ દિવસોમાં એવાં ભોજન કરવાં જોઇએ કે જે સરળતાથી પચે. ફળાહાર વધારે કરવું જોઇએ.જેમ આસો અને ચૈત્ર મહિનાની નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવે છે એવી જ રીતે આ નવરાત્રિમાં પણ ઉપવાસનું મહત્વ આજ કારણોસર છે.

આપણી હજારો-કરોડો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિના શાસ્ત્રોનાં આદેશ અનુસાર આપણને દર અગિયારસે એટલે કે મહિનામાં બેવાર ઉપવાસ કરવાની ભલામણ કરેલ છે.મોટા ભાગનાં લોકો ધાર્મિક માન્યતા અનુસાર તેનું પાલન તો કરે જ છે પરંતુ તેમને પણ આ ઉપવાસની ભલામણ પાછળનાં શારીરિક અને આરોગ્ય વિષયક ફાયદાઓની પર્યાપ્ત જાણકારી હોતી નથી.પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં પૂજા કરવી,માળા ફેરવવી,વ્રત કે ઉપવાસ કરવાં આ બધું સમજી વિચારીને કરવું,જો સમજ્યા વગર કરશો તો એ માત્ર બાહ્યાચાર બની રહેશે.

શ્રાવણ મહિનાની સાધના માટે કેટલાંક વણલખ્યા નિયમો આપણે જાતે જ બનાવીએ અને જાતે જ એને અનુસરીએ છીએ.બહાર હોટલ કે રેસ્ટોરાંમાં ભોજન લેવાનું બંધ કરીએ,ઘરમાં પણ આચર-કુચર વાનગીઓ ઝાપટવાનું બંધ રાખીએ. ફિલ્મો ન જોવી અને મોબાઇલનો પણ શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ રાખવો.આવું કરવાથી આપણા શરીરમાં પવિત્ર અન્ન જશે તો આપણું મન પણ પવિત્ર બનશે.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!