સાણંદના સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ મહાપૂજાનું આયોજન

સાણંદના સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ મહાપૂજાનું આયોજન
Spread the love

પુરાણોમાં પ્રસિદ્ધ એવા સિદ્ધનાથ મહાદેવ ના મંદિર માં સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદતાલુકા દ્વારા શિવરાત્રી ના પવિત્ર દિવસે દેવાધિદેવ મહાદેવ ની આરાધના કરવા માટે શિવ મહાપૂજા.મહા અભિષેક… દીપ માળ.. મહા આરતી..મહા પ્રસાદ નું ભવ્ય. આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમસ્ત સાણંદ તાલુકા બ્રહ્મ સમાજ આયોજિત આ ભવ્ય કાર્યક્રમ ની વિગતો આપતા પ્રમુખ સનતભાઈ પંડિત અને મહામંત્રી દિલીપભાઈ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર શિવરાત્રી ના દિવસે દેવાધિદેવ મહાદેવ ની સાધના અને આરાધના માં વ્યસ્ત રહે છે તેવા પવિત્ર દિવસે બ્રહ્મ સમાજ દ્વારા આવો ભવ્ય કાર્યક્રમ યોજી ને દેવાધિદેવ મહાદેવ ની આરાધના કરવામાં આવી હતી.આ શિવ મહાપૂજા માં ભૂદેવો દ્વારા મહાદેવ ની મહાપૂજા ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી સિદ્ધનાથ મહાદેવ ને ફૂલો થી ફૂલોની જટા થી શણગાર કરવામાં આવ્યા હતા..દીપમાળા કરી ને શિવ મંદિર ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું જાણીતા વિદ્વાન કર્મકાંડી વિમેશભાઈ પંડિતે સિદ્ધનાથ મહાદેવજી ને પ્રસન્ન કરવા દૂધ..દહીં..ધી..મધ..સાકર..શેરડીનો. રસ..દાડમનો રસ..કાળાતલ..ચોખા. લીલા.નારિયેળ નું પાણી.ભસ્મ..ધાતુરો…આંકડો…ગુલાબ..સરસવ નું તેલ..બીલીપત્રો.કાળા મરી.. ભાંગ…સહિત વિવિધ દ્રવ્યો થી મહાદેવજી ને પ્રિય એવી મહિમન્ન સ્તોત્ર ના પાઠ થી ભવ્યાતિભવ્ય અભિષેક કરાયો હતો..દિપમાળા. સહિત મહા આરતી કરાઈ હતી તેમા બ્રહ્મસમાજના અગ્રીણીઓ કમલેશભાઈ વ્યાસ…વિજયભાઈ પંડિત..એડવોકેટ..દીપકભાઈ ભટ્ટ… ગૌતમભાઈ રાવલ ..હરિઓમભાઈ જાની..વિક્રમભાઈ વ્યાસ દિલીપભાઈ રાવલ પી.વી.રાવલ..સહિત બ્રહ્મ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને મહા આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ સૌ માટે ફરાળી પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ ભૂદેવો એ ફરાળી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી..ભૂદેવો બહુ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!