હારીજ નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો.

હારીજ નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો.
ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ઉપ પ્રમુખ ની સેન્સ પ્રક્રિયા
નગર પાલિકા પ્રમુખની વરણી પહેલા 4 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા, ભાજપ પાસે 18 સભ્યોનું સમર્થન..
હારીજ પાલિકામાં કોંગ્રેસના ચાર ઉમેદવારોએ કેસરીઓ ખેસ પહેર્યો,કોંગ્રેસ ના 10 માંથી ચાર ઉમેદવારો એ હાથ નો સાથ છોડ્યો
પાટણ જિલ્લામાં નગર પાલિકા ચૂંટણી નગર પાલીકાની પ્રમુખની વરણી ને લઈને ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ઉપ પ્રમુખ ની સેન્સ પ્રક્રિયા હાથ ધારવામા આવી હતી.હારીજ નગરપાલિકામાં પ્રમુખની વરણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વોર્ડ નંબર 6માંથી ત્રણ અને વોર્ડ નંબર 1માંથી એક કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી કારડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં આ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. હારીજ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે પહેલાથી 14 બેઠકો હતી. કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાતા હવે ભાજપ પાસે 18 કોર્પોરેટરનું સમર્થન છે.
ભાજપમાં જોડાનાર કોર્પોરેટરોમાં વોર્ડ 6ના કિંજલબેન ચક્ષુકુમાર મેહતા, રાવલ બિપિનકુમાર દેવશંકર, વસંતીબેન મહેશભાઈ ઠાકોર અને વોર્ડ 1ના રાવળ દીપિકાબેન ચિરાગભાઈનો સમાવેશ થાય છે. આ તમામ કોર્પોરેટરો કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ ઘટનાક્રમથી હારીજનું રાજકારણ ગરમાયું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300