પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી : સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી,ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
રાધનપુર,ચાણસ્મા અને હારીજમાં મહિલા પ્રમુખ માટે 54 સભ્યોના મત લેવાશે..
સેન્સ પ્રક્રિયા દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી ભાવેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા..
પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પ્રથમ રાધનપુર સભ્યો ની સેન્સ પક્રિયા યોજાઈ હતી ત્યાર બાદ,હારીજ,ચાણસ્માની થશે. રાધનપુર નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી છે. આ ત્રણેય નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળની સૂચના અનુસાર ગુરુવારે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી કવાડિયા અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે આ પ્રક્રિયા હાથ ધરી હતી. તેમણે ત્રણેય નગરપાલિકાના કુલ 54 વિજયી ઉમેદવારો પાસેથી મંતવ્યો મેળવ્યા હતા.
આ મંતવ્યો હવે પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આગામી અઢી વર્ષ માટે મહિલા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશ પટેલ અને રમેશ સિંધવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300