કડી : ફરી એકવાર મેડિકલ માફિયા બન્યા બેફામ : મામલતદાર કચેરીની બાજુમાં મેડિકલ વેસ્ટ નાખી દેતા અનેક પ્રશ્નો

કડી : ફરી એકવાર મેડિકલ માફિયા બન્યા બેફામ : મામલતદાર કચેરીની બાજુમાં મેડિકલ વેસ્ટ નાખી દેતા અનેક પ્રશ્નો
કડીમાં ફરી એકવાર મેડિકલ માફિયા બન્યા બેફામ, મામલતદાર કચેરીની બાજુમાં ખુલ્લા મેદાનમાં મેડિકલ માફિયા દ્વારા મેડિકલ વેસ્ટ નાખી દેતા અનેક પ્રશ્નો
કડી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર મેડિકલ માફિયા દ્વારા જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ નાખી દેતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે તેમ જ આરોગ્ય સામે ખતરો પણ ઉભો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એકવાર મેડિકલ માફિયા દ્વારા જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ નાખી દેતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.
કડી શહેરમાં થોડાક દિવસો અગાઉ જ શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો ત્યારે ફરી એકવાર કડી થોળ રોડથી મામલતદાર કચેરી તરફ જતા રોડ ઉપર ખુલ્લા મેદાનમાં મેડિકલ માફિયાઓ દ્વારા જ્યાં ત્યા મેડિકલ વેસ્ટ નાખી દીધેલો મળી આવ્યો હતો. જ્યાં ખુલ્લા મેદાનમાં બોટલો, ઇન્જેક્શન તેમજ દવાની બાટલીઓ ગોળીઓ જેવી અનેક મેડિકલ વેસ્ટની ચીજ વસ્તુઓ જોવા મળી હતી. વારંવાર મેડિકલ માફિયાઓ દ્વારા જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ નાખી દેતા આરોગ્ય સામે ખતરો ઊભો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આવા લે ભાગવું મેડિકલ માફિયા સામે તંત્ર દ્વારા પગલાં ક્યારે ભરવામાં આવશે તે પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે.
રીપોર્ટ : ધવલ ગજ્જર કડી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300