ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી અને ITRAના કર્મચારીઓની તરફેણમાં લેબરકોર્ટનો ચૂકાદો

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી અને ITRAના કર્મચારીઓની તરફેણમાં લેબરકોર્ટનો ચૂકાદો
Spread the love

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી અને ITRAના કર્મચારીઓની તરફેણમાં લેબરકોર્ટનો ચૂકાદો ભારતીય મજદૂર સંઘની સફળ રજૂઆત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીની હેઠળ ચાલતી સંસ્થા મહર્ષિ પતંજલી ઈન્સ્ટીટયુટ ફોર યોગ એન્ડ નેચરોપથીના તાબા હેઠળ સફાઈકામદાર તરીકે ફરજ બજાવતા શંકર લખુભાઈ રાઠોડ તથા તેમના પત્ની વસંતબેન શંકરભાઈ રાઠોડને સંસ્થા દ્વારા લઘુતમ વેતન ધારા મુજબના પગાર કે લાભો આપતા ન હોવાથી શંકરભાઈએ ભારતીય મઝદૂર સંઘમાં જોડાઈને લઘુતમ વેતન ધારાની અમલવારી કરાવવા ફરિયાદ કરેલ. જેથી સંસ્થાએ ઉપરોકત બંને કર્મચારીઓને નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધેલ. જેથી તેઓએ નોકરીમાં પુનઃસ્થાપિત કરવા કેઈસ કરેલ.

મજુર અદાલત જામનગર સમક્ષ ચાલતા આ પુનઃસ્થાપિત કરવાના કેઈસોમાં સંસ્થા દ્વારા આ કર્મચારીઓને ટેમ્પરરી તરીકે રાખેલ, તેઓ ગેરહાજર રહેતા હતા, વધારાની કામગીરીની જરૂરીયાત ન હોવાથી છૂટા કરેલા, હવે આ સંસ્થા અસ્તિત્વમાં ન હોવાની રજૂઆત કરેલ. જયારે કામદાર તરફે રજૂઆત કરવામાં આવેલ કે આ કામદારો પાસેથી કાયમી પ્રકારનું સફાઈનું કામ લેવામાં આવતું, દરેક વર્ષમાં ૨૪૦ દિવસો કરતા વધુ દિવસો ફરજ બજાવેલ, લઘુતમ વેતન ધારાના લાભોની ફરિયાદ કરતા સંસ્થાએ રાગદ્વેષ પૂર્વક છૂટા કરેલા છે, તેમજ છૂટા કરતી વખતે નિયમ મુજબની કોઈ કાર્યવાહી કરેલ નથી. ૨૦૨૦માં આ સંસ્થા કેન્દ્ર સરકાર હસ્તક ITRAમાં ભેળવી દેવામાં આવેલ છે. તેમજ અગાઉની સંસ્થાના તમામ કર્મચારીઓને તેમાં સમાવી લીધેલ છે. જેથી હાલની સંસ્થા આ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવા જવાબદાર થાય છે.

નામ. મજુર અદાલત, જામનગરે બંને પક્ષેની રજૂઆતો, પૂરાવાઓ, દલીલો સાંભળ્યા બાદ કામદાર તરફેની યુનિયનની રજૂઆત ગ્રાહય રાખેલ અને હાલના કેઈસમાં સંકળાયેલ બંને કર્મચારીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરેલ.

આ કેઈસમાં કામદારો તરફે ભારતીય મઝદૂર સંઘના શ્રી અરવિંદભાઈ વ્યાસ તથા પંકજભાઈ રાયચુરાએ વિવિધ તબકકે રજૂઆત કરેલ.

આ ઐતિહાસિક ચૂકાદાથી કામદારોમાં આનંદનું મોજું ફરી વળેલ છે.

(મનિષ બી.ગોહિલ) જીલ્લામંત્રી
જામનગર જીલ્લા ભારતીય મજદૂર સંઘ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!