સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા યોજાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક ધિરાણ સહકારી મંડળી દ્વારા કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલ એસ. જોશીનું ગરીમાપૂર્ણ અભિવાદન
કોઇપણ સહકારી સંસ્થાનો મુખ્ય ઉ્દેશ્ય તેના સભાસદોના હિતોને ટોચ અગ્રતા આપવાનો હોય છે : નરેન્દ્રસિંહ જાડેજા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક ધિરાણ સહકારી મંડળીની ખાસ સાધારણ સભા તા.૨૭–૨–૨૦૨૫ને ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોલરરાય માંકડ સભાગૃહમાં યોજાઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલ જોશી અને મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વેદમંત્રોનું ગાન કરીને ગુજરાતી ભવનના વડા પ્રોફે. મનોજ જોશીએ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ મહોદયશ્રી અને મુખ્ય મહેમાનશ્રી તેમજ મંડળીના હોદેદારો દ્વારા દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંડળીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ મંચસ્થ મહાનુભાવોનું ઉષ્માપૂર્ણ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ મંડળીની કામગીરી વિશે ટૂંકમાં વિગતો આપી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
મંડળીના હોદેદારો દ્વારા કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલ જોશી તથા મુખ્ય મહેમાનશ્રી નરેન્દ્રસિંહજી જાડેજાનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન દ્વારા ગરીમાપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય મહેમાન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા અને સહકારી મંડળીના હોદ્દેદારોએ કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીને સન્માન પત્ર અર્પણ કર્યું હતું.આ પ્રસંગે કુલપતિશ્રીએ અધ્યક્ષસ્થાનેથી બોલતાં જણાવ્યું હતું કે “આપણી યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ મંડળી ખૂબજ ઉત્તમ કામગીરી કરી રહી છે. જેની સરાહના કરું છું. આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે સેવા સંપ અને સહકારના ધ્યેયમંત્રને વિશેષરીતે ઉજાગર કરે એવો રાજીપો વ્યક્ત કરું છું.” મુખ્ય મહેમાન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ સહકારી માળખાના પોતાના બહોળા અનુભવને આધારે કહ્યું હતું કે “આ મંડળીની કામગીરીને હું બિરદાવું છું તેમજ મંડળીના સભાસદોને જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે કોઈપણ સહકારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ તેના સભાસદોને મહત્તમ લાભ આપી અને તેમની આર્થિક સદ્ધરતા જાળવવી એ હોવો જોઇએ. સભા સદોના હિતને કેન્દ્રમાં રાખીને સહકારી સંસ્થા
કાર્યરત રહેતોજ સહકારી માળખુ મજબૂત રીતે આગળ વધે અને કાયમી ટકી રહે તેમજ વધુમાં વધુ લોકો આ સહકારની પ્રવૃત્તિમાં સામેલ થાય.’”નરેન્દ્રસિંહ જાડેજાએ કુલપતિશ્રીનો આગામી પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ જ યશસ્વી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વાંગી વિકાસમાં આ યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે યુનિવર્સીટીને ઉપયોગી થવા માટે પ્રતિબદ્ધતા અને તત્પરતા દાખવી હતી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. હિરેન જોશીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં શૈક્ષણિક સહકારી મંડળી સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. આ પ્રસંગે ભૌતિકશાસ્ત્ર ભવનના ભૂતપૂર્વ પ્રોફે. અને અધ્યક્ષ મિહીર જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંડળીની ખાસ સાધારણ સભાની કામગીરી ઉપસ્થિત સભાસદોની હાજરીમાં કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે મહત્તમ ત્રીસ લાખની લોન મર્યાદાને વધારીને સાઈઠ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ સાધારણ સભાના અંતે ભૌતિકશાસ્ત્ર ભવનના પ્રોફેસર અને સહકારી મંડળીના ઉપપ્રમુખ ડો. જયંત ભાલોડિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફે. યોગેશ જોગસણે કર્યું હતું.
કુલપતિ પ્રોફે. ઉત્પલ એસ . જોશી અને શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ પ્રોફે. જયંત ભાલોડિયા, મંત્રી પ્રોફે. વી.જે. કનેરીયા, સહમંત્રી પ્રોફે.યોગેશ જોગસણ, ખજાનચી ડો. રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો – પ્રોફે. સંજય ભાયાણી, પ્રોફે. આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રોફે.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી , ડો.ભરતભાઈ ખેર અને ગુજરતી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડો. દીપકભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300