વંથલી ને 2 વર્ષ બાદ આવતીકાલે નવા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ મળશે

વંથલી ને 2 વર્ષ બાદ આવતીકાલે નવા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ મળશે
આજે કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામ પર મહોર લાગશે,આવતીકાલે જનરલ બોર્ડમાં પ્રમુખ ની વરણી થશે
વંથલી શહેરને બે વર્ષ બાદ આવતીકાલે નવા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ મળશે વંથલી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હતુ. તાજેતરમાં જ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વંથલી નગરપાલિકામાં 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. અને 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.ત્યારે ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે નગરપાલિકા કબજે કરી છે. આવતીકાલે વંથલી નગરપાલિકા ખાતે બપોરે 3:00 કલાકે જનરલ બોર્ડ ની મીટીંગ માં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. બે વર્ષ બાદ વંથલીને નવા પ્રમુખ મળશે. તાજેતરમાં જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેને લઇ નિરીક્ષકો દ્વારા દાવેદારીઓના રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કાર્યાલય ખાતે મોકલી આપ્યા છે.આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ ના નામ પર મહોર લાગશે.
આવતીકાલે નગરપાલિકા ખાતે જનરલ બોર્ડ મળશે
આવતીકાલે વંથલી નગરપાલિકા કચેરીના સભાખંડમાં બપોરે 3:00 કલાકે વંથલી પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ ની અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળશે જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાશે.
રિપોર્ટ: રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300