હારીજના સોઢવ ગામે રિટાયર્ડ આર્મીમેન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

હારીજના સોઢવ ગામે રિટાયર્ડ આર્મીમેન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના સોઢવ ગામના બળદેવભાઈ ખાનાભાઈ પરમાર ભારત સરકારના સંરક્ષણ વિભાગમાં ભારત માતાની સેવામાં પોતાની ફરજના ૩૦ વર્ષ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા સમસ્ત ગ્રામજનો દ્વારા તિરંગા રેલી નીકાળી વાજતે ગાજતે ડી જે ના તાલે ભવ્ય સામૈયું કર્યું હતું.
રિટાયર્ડ આર્મી મેન બળદેવભાઈ પરમારનું સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી નિવૃતજીવન પરિવાર સાથે સુખમય નીવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી
કાર્યક્રમમાં પાટણ જિલ્લા અનુ સૂચિત જાતિ વિભાગ ચેરમેન હસમુખ સક્સેના, હારીજ તાલુકા પંચાયત પ્રમુખ રમેશજી ઠાકોર ,સામાજિક ન્યાય સમિતી ચેરમેન જગદીશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય ભરત પરમારે ભારત બંધારણ આમુખ ભેટ આપી હતી.
હારીજ તાલુકાના સોઢવ ગામે 10નવેમ્બર 1976 ના રોજ સોઢવ ગામે જન્મ થયેલ એવા બળદેવભાઈ ખાનાભાઈ પરમાર ભારત સરકારના સંરક્ષણ વિભાગમાં આ દેશની સેવા માટે 27 ફેબ્રુઆરી 1995 ના રોજ બેંગ્લોર ખાતે જોઈન થયા. જેઓએ પોતાના પરિવારની પરવા કર્યા વિના બેંગ્લોર પઠાણકોટ જમ્મુ કાશ્મીર લડાક ૧૦ ડિગ્રીમાં બરફ વિસ્તારમાં સેવા આપી. તેમજ છેલ્લે કુંભ મેળામાં પ્રયાગરાજમાં સેવા આપી આ દેશની ૩૦ વર્ષ સેવા કરી 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નિવૃત્ત થયા.ત્યારે આજરોજ સોઢવ ગામે તેઓનું માનમોંભાથી ડીજેના તાલે બગીમાં બેસાડી ગામ લોકો દ્વારા પરિવાર દ્વારા,સિંઘલ પરિવાર પરિવાર તેમજ સર્વ સમાજ દ્વારા સન્માન કર્યું તેમજ તેઓના જ ગામના વતની હારીજ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા ભરત પરમાર તેમજ અશોક પરમાર દ્વારા ભારતીય બંધારણના આમુખની મોમેન્ટ આપી તેમજ મહેશભાઈ દેસાઈએ મોમેન્ટ આપી આર્મી મેન (સુબેદાર) બળદેવભાઈ પરમાર ને સન્માનિત કર્યા.
આ પ્રસંગે જિલ્લા સદસ્ય લીલાજી ઠાકોર, પાટણ જિલ્લાના રિટાયર્ડ આર્મી જવાનો તેમજ સામાજિક નામી અનામી આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી તેઓને સન્માનિત કર્યા.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300