રાધનપુર માં ભૂગર્ભ ગટર યોજના તળે ચાલતી કામગીરી માં ગેરીતિની બુમરાડ..

રાધનપુર માં ભૂગર્ભ ગટર યોજના તળે ચાલતી કામગીરી માં ગેરીતિની બુમરાડ..
Spread the love

રાધનપુર માં ભૂગર્ભ ગટર યોજના તળે ચાલતી કામગીરી માં ગેરીતિની બુમરાડ..

તૂટેલી અને તિરાડો વળી પાઇપો નાખવામાં આવતી હોવાની રાવ..

પાટણ જિલ્લાના રાધનપુર શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ૧૧ વર્ષ થી કામગીરી ચાલી રહી છે અગાઉ ની એજન્સી દ્વારા કરેલ કામગીરીનો શહેરી જનોને લાભ મળવાને બદલે અધિકારી અને કોન્ટ્રાક્ટર ને મોટો લાભ મળ્યો હતો રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે રૂપિયા ૪૨ કરોડ ચૂકવ્યા બાદ પણ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના ક્યારેય શરૂ થવા પામી નથી આ બાબતે તપાસ થવાને બદલે નવા ૫૯ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પણ ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બુમ રાડ ઉઠવા પામી છે.
રાધનપુર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૪ થી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભૂગર્ભ ગટર યોજના તળે અધિકારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં ગેરેરીતિ આચરવામાં આવી હતી. અને શહેરમાં ગટર યોજના શરૂ ન થવા છતાં રૂપિયા ૪૨ કરોડ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ દ્વારા ચૂકવી દેવામાં આવ્યા હતા. આ બાબતે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆતો થતા સરકાર દ્વારા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છાવરવા નવા ૫૯ કરોડના ખર્ચે જીયુડી વિભાગની દેખરેખ હેઠળ ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રાધનપુર નગરપાલિકા હદવિસ્તારની બહાર એટલેકે ગ્રામપંચાયત વિસ્તારોમાં કોન્ટ્રાકટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના અંબિકા રોડ પર ચાલતી કામગીરી બાબતે ત્યાંના સ્થાનિક રહીશ પ્રહલાદભાઈ જોશી દ્વારા જણાવવામાં આવેલ કે ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા લેવલીંગ કરવામાં આવતું નથી તેમ જ તૂટેલી અને તિરાડ વાળી પાઈપો વાપરવામાં આવી રહી હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બાબતે કામગીરીની દેખરેખ રાખતા જનરલ મેનેજર નાગેશ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જે ડીપીઆર બનાવેલ છે મુજબ હાલ કામગીરી ચાલી રહી છે અને કોઈ કોર્નર તૂટેલી પાઇપ હશે જ્યારે એર ક્રેક વળી પાઇપ હોઈ શકે છે આખી તિરાડ વાળી પાઈપો નહીં હોય તેવું કહી કામગીરી બાબતે ઢાંક પીછોડો કરવાની કોશિષ કરવામાં આવી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!