રાધનપુર વિસ્તારમા આખલા યુદ્ધ યથાવત,રાધનપુરના મેમદાવાદ ગામે આખલાએ મચાવ્યો આતંક..

રાધનપુર વિસ્તારમા આખલા યુદ્ધ યથાવત,રાધનપુરના મેમદાવાદ ગામે આખલાએ મચાવ્યો આતંક..
રખડતા ઢોરને લઈને તંત્રની લાપરવાહીને કારણે લોકોમાં ભય..
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે આખલાએ આતંક મચાવતા લોકોમાં અફરા તફરીનો માહોલ છવાયો હતો.રાધનપુર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારો મા પણ આખલા આતંક જોવા મળ્યો છૅ. ત્યારે રાધનપુરના મહેમદાવાદ ખાતે આખલાનો આતંક જોતા હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ પંચાયત દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવી જોઈએ તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
રાધનપુર શહેર બાદ હવે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા આખલાના આતંક સામે આવી રહ્યા છૅ. ત્યારે મહેમદાવાદ ખાતે આકખલાએ આતંક મચાવતા ગ્રામજનોને બાનમા લેતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
પાટણ જિલ્લામાં રખડતા ઢોરને લઇને અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે,ત્યારે હજીપણ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરને લઈને તંત્રની લાપરવહીને કારણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છૅ. મહેમદાવાદ ગામે આખલા યુદ્ધ જામ્યું હતું જેને લઈને બેઘડી અફરાતફરી નો માહોલ છવાયો હતો.
આખલા યુદ્ધ રાધનપુર વિસ્તારમા યથાવત છૅ ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.કારણ વારંવાર આ રીતે આખલાઓનાં આતંક રાધનપુર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘટનાઓ વધી રહી છે તો ક્યારે લોકો ને આખલા નાં આતંક થી મુક્તિ મળશે ક્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગિરી હાથ ધરવામાં આવશે જે સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છૅ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300