પાટણમાં ભવ્ય કવિ સંમેલન યોજાયું..

પાટણમાં ભવ્ય કવિ સંમેલન યોજાયું..
ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા શબ્દના સર્જન, સૌંદર્ય, શણગારને રજૂ કરતું ભવ્ય કવિ સંમેલન યોજાયું…
ભાષા એ મનુષ્યને મળેલી અનુપમ ભેટ છે.અને આ ભાષાનો આત્મા એટલે કવિતા શબ્દના જાદુવૈવિધ્ય વડે કવિતા નું સર્જન થાય છે અને જે માણસના હૃદય સુધી પહોંચી માણસને આનંદની અનુભૂતિ કરાવે છે.આવી જ કવિતાઓ અને ગઝલના આસ્વાદનું ભવ્ય કવિ સંમેલન કવિતાની મહેક ગુજરાતના ખ્યાતનામ કવિઓના સાનિધ્યમાં પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેશન હોલમાં યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાઇબ્રેરીનાં પ્રમુખ ડો.શૈલેષભાઈ સોમપુરાએ સમગ્ર આયોજનની રૂપરેખા આપી સર્વનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન હેમ.ઉ.ગુ.યુનિ.ના કુલપતિ કે. સી. પોરીયાએ જ્ઞાનનાં આવા ક્ષેત્રમાં ગુજરાતનાં વિદ્વાન કવિઓ તથા શ્રોતાઓને હૃદયપૂર્વક આવકારી લાઈબ્રેરી દ્વારા યુવાનો માટે જે શિક્ષણ, રોજગારી અંગે પ્રયત્નો કરવામાં આવે છે તેને બિરદાવ્યા હતા.જયારે ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું કે લાઈબ્રેરી દ્વારા માત્ર સાહિત્યક્ષેત્રે નહીં પણ અનેક ક્ષેત્રોમાં પાટણનાં અને પાટણ બહારના દાતાઓ દ્વારા જે દાન મળે છે તે લાઈબ્રેરીનાં પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા જે સમાજ ઉપયોગી કાર્યક્રમો થાય છે તે તે બદલ દાતાઓ તથા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
સંમેલનની શરૂઆતમાં કાર્યક્રમના ઉદઘોષક અને કવિ ડો .પિયુષ ચાવડાએ ગુજરાતના વિવિધ જાણીતા કવિઓની ગઝલોના શેર અને કવિતાની પંક્તિઓ રજૂ કરીને શ્રોતાઓને સાહિત્ય અભિમુખ કરી દીધા હતા.
આ પ્રસંગે પારિતોષિક વિજેતા વર્ષા બારોટે ભાવવાહી રીતે પોતાની કવિતાઓનું પઠન કરી શ્રોતાઓની પ્રશંસા મેળવી હતી… જયારે નિરવ વ્યાસની કવિતા- ગઝલ અને શેરથી શ્રોતાઓ આનંદિત થઈ ઉઠયા હતા.. તો રાજેશ વ્યાસ મિસ્કીને પણ તત્વચિંતન, પ્રણય ,મનુષ્યની સાત્વિકતા, અહંકાર, વગેરે ભાવોની રજૂ કરતી ગઝલો રજુ કરતા ઉપસ્થિત પ્રેક્ષકો આફરીન પોકારી ઉઠયા હતા.
ગુજરાતી સાહિત્યમાં અનેક એવોર્ડ મેળવનાર કવિ રાજેન્દ્ર શુક્લએ પણ ગઝલનો મહિમા, કવિતાનું મહત્વ દર્શાવી ખૂબ જ ઉત્તમ કવિતાઓ રજૂ કરી હતી.
આ તબક્કે કાર્યક્રમના સંયોજક અને પાટણની ધરા ના કવિ નગીનભાઈ ડોડીયા એ પણ પોતાની કવિતા નો આસ્વાદ કરાવ્યો હતો. આ પ્રસંગે નિવૃત શિક્ષક જયંતીભાઈ વેદિયાના એક પુસ્તકનું વિમોચન પણ ઉપસ્થિત કવિઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
આભાર વિધિ પણ લાઈબ્રેરીના મંત્રી મહાસુખભાઈ મોદીએ કાવ્યમય શૈલીમાં કરી હતી.. કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરી નાં કારોબારી સભ્યો, મને જાણો પરિવાર અને અન્ય સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300