ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લીધી

ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લીધી
ગણેશ શાળા – ટીમાણાના ધોરણ 5 ના બાળકોએ બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા શૈક્ષણિક તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો, ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળો તેમજ બાળકોને પ્રિય અને આનંદ સાથે જોવા અને જાણવા મળે તેવું સ્થળ એટલે સક્કર બાગ જૂનાગઢની મુલાકાત બાળકોએ લીધી હતી. પ્રવાસ દરમિયાન શાળાના શિક્ષકો તથા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રવાસમાં શાળાના 75 જેટલા બાળકો તથા 5 શિક્ષકશ્રીઓ જોડાયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300