સમીના બાસ્પા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રશાસનની ગંભીર બેદરકારી..

સમીના બાસ્પા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રશાસનની ગંભીર બેદરકારી..
સમાજશાસ્ત્રની ઈન્ટરનલ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનથી રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી…
પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા વિસ્તારમાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમાજશાસ્ત્રની ઈન્ટરનલ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનથી રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધી હતી.ત્યારે પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમ છતાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપવા બેઠો હતો. વિદ્યાર્થીએ ‘jayu_thakor_345’ નામની ઈન્સ્ટાગ્રામ આઈડીથી રીલ વાયરલ કરી રીલમાં અન્ય વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સાથે દેખાયા છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે કોલેજ પ્રશાસને પુષ્ટિ કરી છે કે ઘટના સમાજશાસ્ત્રની ઈન્ટરનલ પરીક્ષા દરમિયાન બની હતી.અને પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં હાલમાં કોઈ પરીક્ષા ચાલતી નથી. જો વિડીયો સાચો હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ કોલેજની આંતરિક પરીક્ષા હોઈ શકે છે.અને આ ઘટનાએ કોલેજ પ્રશાસનની ગંભીર બેદરકારી છતી કરી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર યોગ્ય દેખરેખનો અભાવ સ્પષ્ટ થયો છે.
વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોલેજમાં પહોંચી પરીક્ષામાં ચોરી અને ગેરરીતી થતાનો કથિત આક્ષેપ કર્યો :-
સમીના બાસ્પા ગામની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે એમ.એડનાં વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્ર વિષયની ઇન્ટરનલ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોલેજમાં પહોંચી પરીક્ષામાં ચોરી અને ગેરરીતી થઈ રહી હોવાના કથિત આક્ષેપ કર્યો હતો.
ઉત્તરવહી સાથે વર્ગખંડનો માહોલ વીડિયોમાં રેકોર્ડ કરીને ચાલુ પરીક્ષાએ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટેટસ મૂક્યું:-
સમીના બાસ્પા ગામની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે એમ.એડનાં વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્ર વિષયની ઇન્ટરનલ પરીક્ષા હતી. જેમાં એક વિદ્યાર્થીએ પાછળ બેઠા બેઠા મોબાઈલનો ઉપયોગ કરી ઉત્તરવહી સાથે વર્ગખંડનો માહોલ વીડિયોમાં રેકોર્ડ કરીને ચાલુ પરીક્ષાએ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ ગણતરીની મિનિટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાસે પહોંચતા કોલેજની પરીક્ષામાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો હોય પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતી થઈ રહી હોવાના કથિત આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300