રાધનપુર નગરપાલિકા પર ભાજપની ઐતિહાસિક જીત..

રાધનપુર નગરપાલિકા પર ભાજપની ઐતિહાસિક જીત..
Spread the love

રાધનપુર નગરપાલિકા પર ભાજપની ઐતિહાસિક જીત..

પ્રાંત અધિકારીની અધ્યક્ષતામા રાધનપુર પાલિકા ખાતે પ્રમુખની ચૂંટણી યોજાઈ, રાધનપુર નગર પાલિકાને મળ્યા નવા પ્રમુખ..

નગરપાલિકામાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ, પાલિકા પ્રમુખએ શહેરના બાકી રહેતા કામો પૂરા કરવાની તૈયારી બતાવી..

રાધનપુર નગર પાલિકા પ્રમુખ પદે ભાવનાબૅન વિક્રમભાઈ જોશીએ પદભાર સંભાળ્યો..


રાધનપુર નગરપાલિકા ખાતે સાંજે 3.00 કલાકે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલ સભ્યો વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે બેઠક યોજાઈ હતી. તા. ૦૫-૦૩-૨૦૨૫ ને બુધવારના રોજ રાધનપુર નગર પાલિકાની સામાન્ય મીટીંગમાં નિયત થયેલ કામ (એજન્ડા) મુજબ, નીચેના હોદ્દા સામે નિશ્ચિત કરેલ નામોને નિયુક્ત કરવા માટે અધિકારની રૂએ મેન્ડેટ પ્રક્રિયા અને પ્રમુખ તરીકે ભાવનાબેન વિક્રમભાઈ જોષી, ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠકકર,કારોબારી ચેરમેન ડૉ. દેવજીભાઈ માલાભાઈ પટેલ, પક્ષના નેતા ઇશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ ઉર્ફે ચીકાભાઈ અને દંડક તરીકે ગુલામરસુલ ઇબ્રાહીમભાઈ ઘાંચી ની નિમણુંક કરાઈ હતી.
ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રમુખ માટે ભાવનાબૅન જોશીને મેન્ડેટ લેટર આપવામાં આવ્યો હતો તે મેન્ડેટ લેટર ચૂંટણી અધિકારીને સોપવામાં આવેલ હતો. ચૂંટણી અધિકારી દ્વારા 28 ચૂંટાયેલ સભ્યો પાસે પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરવા હોય તો તે માટે માંગવામાં આવેલ હતા
ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ પ્રમાણે ભાવનાબેન વિક્રમભાઈ જોશી પ્રમુખ ,હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર ઉપપ્રમુખ માટે સંમતિ માંગતા ઉપસ્થિત સભ્યો દ્વારા મોટી સંખ્યામા સમર્થન આપવામાં આવ્યું હતું. ચૂંટાઈ આવેલ ન.પ્રમુખ ભાવનાબૅન વી. જોશીએ સાંજે 4:15 વાગે નગરપાલિકાનો પ્રમુખ તરીકે ચાર્જ સંભાળી લીધો હતો.

પાટણ જિલ્લાની રાધનપુર ન.પાલિકામાં ભાજપના નવા પ્રમુખ તરીકે ભાવનાબૅન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ ઠક્કરની વરણી થતા રાધનપુર વાશીઓ સહીત સભ્યોએ ફુલહાર પહેરાવી મોઢું મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત હોવાથી મહિલા પ્રમુખ:-

રાધનપુર નગરપાલિકામા ભાજપ વિજયી બન્યા બાદ નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત હોવાથી મહિલા પ્રમુખ બની છે. રાધનપુર નગર પાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે. ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારની જીત બાદ જશ્ન જોવા મળ્યો હતો.
રાધનપુર નગર પાલિકા મા પ્રમુખ પદ સંભાળતા ભાવનાબૅન વિક્રમભાઈ જોશીએ રાધનપુર વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ રાધનપુર શહેરનો વિકાસ કરવા કટિબદ્ધ રહેવા વચનો આપ્યા છે. તેમજ પાલિકાના તમામ કોર્પોરેટરોને પણ અભિનંદન પાઠવ્યા હતા
રાધનપુરની દરેક સમસ્યા સાથે ઉભા રહીને સમસ્યા હલ કરવા માટે તમામ પ્રયત્નો કરવા કટિબદ્ધ રહેવા ભાવનાબેન વિક્રમભાઈ જોશીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.

રાધનપુર પાલિકાની સામાન્ય મીટીંગમાં નિયત થયેલ કામ (એજન્ડા) મુજબ, હોદ્દાઑ :

પ્રમુખ તરીકે ભાવનાબેન વિક્રમભાઈ જોષી..
ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠકકર
કારોબારી ચેરમેન ડૉ. દેવજીભાઈ માલાભાઈ પટેલ,
પક્ષના નેતા ઇશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ ઉર્ફે ચીકાભાઈ
દંડક ગુલામરસુલ ઇબ્રાહીમભાઈ ઘાંચી ની નિમણુંક કરાઈ હતી.

રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!