કુતિયાણા ન.પા. પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઇ ઓડેદરા અને ઉ.પ્ર. કાનાભાઈ જાડેજાની વરણી

કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઇ ઓડેદરા અને ઉપ પ્રમુખ કાનાભાઈ જાડેજાની વરણી
કુતિયાણા નગર પાલિકા ખાતે પોરબંદર ના પ્રાંત અધિકારી જાદવ ની ઉપસ્થિતીમાં યોજાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ ની ચૂંટણીમાં થઈ જાહેરાત.
ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા અને હિરલબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓ એ નગર પાલિકાના વિકાસ ના દ્વાર ખોલવના આપ્યો છે કોલ.
ગોસા(ઘેડ):પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની કુતિયાણા નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી આજે તા. ૦૫/૦૩/૨૦૨૫ ને બુધવારના રોજ કુતિયાણા નગર પાલિકા ખાતે પોરબંદર ના પ્રાંત અધિકારી જાદવભાઈ ની ઉપસ્થિતિ માં યોજાય હતી.
કુતિયાણા નગરપાલિકાની ગત તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ ચૂંટણી યોજાય હતી. આ વખતની નગર પાલિકાની ભાજપ તરફથી ઢેલીબેન માલદેભાઈ ઓડેદરા ની સામે છેલ્લા ત્રણ ટર્મ થી જંગી લીડ થી ભાજપ, કોંગ્રેસ ની સામે એનસીપી અને સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ ભાઈ સરમણભાઈ જાડેજા પોતાના રીતે રાણાવાવ અને કુતિયાણા ના પ્રજાજનોના સાથ સહકાર થી વિજેતા બનતા રહ્યા છે. ત્યારે કાંધલ ભાઈ જાડેજાના નેતૃત્વ હેઠળ અને હિરલબા જાડેજા ના માર્ગદર્શન તળે કાંધલભાઈએ તેમના તરવૈયા અને યુવાન નાના ભાઈ કાનાભાઈ સરમણ ભાઈ જાડેજાને નેતા તરીકે પ્રમોટ કરીને તેમની ટીમ સમાજ વાદી પાર્ટીના સિમ્બોલ થી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. જેના કારણે આ ચૂંટણી આખા ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ બની હતી. અને આખરે આ કુતિયાણા નગર પાલિકા ની ચૂંટણીમાં નગર પાલિકાની શિકલ બદલવા અને વિકાસ ના દ્વારા ખોલવાના બાપના બોલથી આપેલા કાંધલભાઈ જાડેજાના અને હિરલબા જાડેજાના વિકાસલક્ષી કામો માટે પરિવર્તન લાવવા પ્રજાને આપેલ વચન પર કુતિયાણા નગરજનોએ પણ જાડેજા પરિવાર ઉપર વિશ્વાસ મૂકી નગર પાલિકાની ૨૪ સીટો માંથી ૧૪ સીટોની ભવ્ય બહુમતીથી કાંધલભાઈ જાડેજા પ્રેરીત સમાજવાદી પાર્ટીના સભ્યોને આપી છે.અને ઢેલીબેન માલદેભાઈ ઓડેદરા પ્રેરિત ભાજપના ૧૦ સભ્યો વિજેતા જાહેર થયેલ છે.
આ વખતની યોજાયેલ ચૂંટણીમાં કાંધલ ભાઈ જાડેજા પ્રેરિત સમાજવાદી પાર્ટી ના વિજેતા સભ્યોમાં મોટા ભાગના રાજકીય નવા નિશાળિયા ના સહેરા છે.અમુક જ જુના છે.
આજે તા. ૦૫/૦૩/૨૦૨૫ના કુતિયાણા નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી માં પ્રમુખ તરીકે રોટેશન મુજબ સામાન્ય મહિલા ની સીટ અનામત છે. ત્યારે કાંધલભાઈ જોડેજા પ્રેરિત સમાજવાદી પાર્ટીમાં બેજ મહિલા વિજેતા બનેલ છે.
જેમાં વોર્ડ નંબર ૬ માં જન સંધના વફાદાર અને કાંધલ ભાઈ ના ખુબ જ નજીકનાં વિશ્વાસુ ગણાતા અને રાજકીય બહુધા અનુભવ ગણાતા એવા માલદેભાઈ ગીગાભાઈઓડેદરા ના ધર્મ પત્ની શાંતિબેન માલદે ભાઈ ઓડેદરા વિજેતા બન્યા છે. એટલે તેઓના શિરે નગર પાલિકાનો પ્રમુખની તાજપોશી થઈ છે.
જયારે કુતિયાણા નગર પાલિકાના ઉપ પ્રમુખ તરીકે તો ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ના નાના ભાઈ કાનાભાઈ સરમણભાઈ જાડેજા પ્રથમ થી જ ફાઈનલ હતાં.. અને આજે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત પોરબંદર ના પ્રાંત અધિકારી જાદવએ સર્વાનુમતે પ્રમુખ તરીકે પ્રમુખ શાંતિબેન માલદેભાઈ ઓડેદરા અને ઉપ પ્રમુખ તરીકે કાનાભાઈ સરમણભાઈ જાડેજાની સત્તાવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.
કાનાભાઈ કાનાભાઈ જાડેજા એ ઉપ પ્રમુખ પદ ધારણ કર્યા પછી જાહેર પ્રવચન માં જણાવેલ કે કુતિયાણા નગર પાલિકાની જનતાએ અમારી ઉપર મુકેલ વિશ્વાસ ને સાર્થક કરી બતાવીશું તેમ જણાવેલ.
રિપોર્ટ :-વિરમભાઈ કે.આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300