ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા “જ્ઞાન, સંસ્કૃતિનાં વારસાની ઉજવણી” ભવ્ય પુસ્તક પ્રદર્શન યોજાયુ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા “જ્ઞાન, સંસ્કૃતિનાં વારસાની ઉજવણી” ભવ્ય પુસ્તક પ્રદર્શન યોજાયુ
Spread the love

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા “જ્ઞાન, સંસ્કૃતિનાં વારસાની ઉજવણી” ભવ્ય પુસ્તક પ્રદર્શન યોજાયુ

વિજ્ઞાનથી વૈદ સુધીની વાત રજુ થાય તેવા આકર્ષણનું કેન્દ્ર સમાન દર્લભ ગ્રંથો-પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે. પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે- પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરા કુલ્પતિ

f

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં લાયબ્રેરી વિભાગ દ્વારા દ્વારા “જ્ઞાન, સંસ્કૃતિ અને વારસોની ઉજવણી ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજવન કરવામાં આવ્યુ હતુ. જેમાં અંદાજીત એકાદ કરોડથી વધુ મુલ્યનાં ૬૦૦૦થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરાયા હતા.

f

પુસ્તક પ્રદર્શનને ખુલ્લુ મુકતા બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાનાં કોઠારી સ્વામિ ધર્મ વિનયદાસજીએ જણાવ્યુ હતુ કે પુસ્તકો સાચા મિત્રો ની ગરજ સારે છે. આપણા ધાર્મિક ગ્રંથો, પુરાણો, વેદો વિગેરે જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને જીવનમાં ઉત્સાહ જગાડી કામ કરવાની પ્રેરણા મળે છે. ભારતીય સંસ્કૃતિને વર્ષો સુધી ટકાવી રાખવા માટે પણ પુસ્તકોનો સહારો લેવો પડે છે. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાથી વિપત્તિમાં શાંતિ રાખવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તક સુખ દુ:ખના સાથી છે ઉત્તમ પુસ્તકો સંમભાવપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપે છે. સારા પુસ્તકો જીવનમાં હિંમત, શોર્ય, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા મહાન ગુણોનો વિકાસ કરે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ,

f

કુરિવાજો વગેરે દૂર કરવા અને મુંઝવણમાંથી માર્ગ કાઢવા માટે પણ ઉપયોગી બને છે.. આ પ્રસંગે પ્રાસંગીક વાત કરતા યુનિ.ના કુલપતિ પ્રો.(ડો.) અનુલ બાપોદરાએ જણાવ્યુ હતુ કે

f

પુસ્તક વાંચન ચિનનો સર્વોત્તમ ખોરાક છે. પુસ્તકો અરીસા સમાન છે. સન્ય અને સ્પષ્ટ વક્તા છે. પુસ્તક તો વ્યક્તિત્વનો પરિચય કરાવે છે, પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનું સરળ સાધન છે, આજનાં પુસ્તક પ્રદર્શનમાં રજુ થયેલ પુસ્તકો યુનિ. અને વિદ્યાર્થીઓને લાભદાયી બની રહે તે પ્રકારનાં છે જેમાં વિજ્ઞાનથી વેદ સુધીની વાત રજુ થાય તેવા દર્લભ ગ્રંથો આકર્ષણનું કેન્દ્ર છે. પુસ્તકો રસમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે. પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.

આ પ્રસંગે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ પુસ્તક પ્રદર્શનમાં આમંત્રિત મહાનુભાવોને આવકારી જણાવ્યુ હતુ કે મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે. એક આદર્શ મિત્રની જેમ એક ઉત્તમ પુસ્તક મનુષ્યને સુખ દુ:ખ માં સાથે સહારો અને સાંત્વનાં બક્ષે છે. આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે.આજનાં પ્રદર્શનમાં અભ્યાસલક્ષી પુસ્તકો વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવા છે. જે પુસ્તક સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે, તે પુસ્તક સૌથી વધુ સહાયક નીવડે છે

f

આ પ્રસંગે ઉપસ્થિત સેનેટ સભ્ય ડો. દિનેશ દડાણિયા અને ડો. દિનાબેન લોઢીયાએ પુસ્તક પ્રદર્શનને નીહાળી તેમાં રજુ થયેલ હસ્તપ્રતો અંગે જણાવ્યુ હતુ કે આપણી પ્રાચિન સભ્યતા અને ઇતિહાસની વાતો આવી હતપ્રતો આજેપ સાચવીને બેઠી છે ત્યારે જીવનમાં પુસ્તકનાં પાને આલેખાયેલ વાતો વાંચન થકી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

અગ્રણી કેળવણીકાર અને સી.એલ. કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ વેકરીયાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા આયોજીત મેગા પુસ્તક પ્રદર્શનમાં વિવિધ અભ્યાસલક્ષી પુસ્તકોને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે યુનિ. દ્વારા આજે સાચા અર્થમાં વિદ્યાર્થી અને અભ્યાપકગણની વાંચન ભુખને પ્રદિપ્ત કરી છે. “સંગ તેવો રંગ” એ કહેવતને ટાંકી શ્રી સુરેશભાઇએ જણાવ્યુ કે માણસ કોની સાથે રહે છે અને શું વાંચે છે તેના પરથી તેનું વ્યક્તિત્વ પારખી શકાય છે. જે પુસ્તક બંધ જ રહે છે ને કાગળના ઢગલા જેવું છે.

સુભાષ મહિલા કોલેજનાં આચાર્ય ડો. બલરામ ચાવડા, કોમર્સ કોલેજનાં આચાર્ય ડો. મગનભાઈ તાળાએ પુસ્તક પ્રદર્શનના આયોજનની સરાહના કરતા જણાવ્યુ હતુ કે વ્યક્તિના સર્વાગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. ઘણ પુસ્તકો ઈતિહાસ રચે છે તો ઘણાં વૈચારિક ક્રાંતિના બીજ પણ રોપે છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. પુસ્તકો જ વિશ્વને પ્રેરણા આપીને સામાજિક જાગૃતિનું કામ પણ કરે છે. વિદ્યાણી જીવન ઘડતરમાં પુસ્તકોનો સિંહફાળો છે. પુસ્તકો જ સુસંસ્કારોનું સિંચન કરી વ્યક્તિના વિચારો અને કાર્યોમાં રચનાત્મક પરિવર્તન ગાવી વિચાર અને કાર્યમાં રચનાત્મક પરિવર્તન લાવી શકે છે.

f

ડો. દિનેશ પંડ્યા અને ધિરૂભાઈ પુરોહિતે યુનિ.નાં પુસ્તક પ્રદર્શન દ્વારા વાંચન ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને વાંચકોની જરૂરત સંતોષે તેવા બુક સેલર્સને આ પ્રદર્શનીમાં સારા પુસ્તકો રજુ કરવા આમંત્રીત કર્યો તેની સહારના કરતા જણાવ્યુ હતુ કે ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. આંખો સામે સહેતી વસ્તુઓ નાં જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે. કસરત થી જે લાભ શરીર ને મળે છે તેજ લાભ પુસ્તક નાં વાંચન થી મગજ ને મળે છે. સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો આભાર પ્રકટ કરતા સહાયક લાયબ્રેરીયન ડો. અમિત ધોરીયાએ ભક્તકવિ

નરસિંહ મહેતા યુનિ.નાં લાયબ્રેરી વિભાગની જીણવટભરી માહિતી આપી આ પ્રદર્શનમાં રાજ્ય અને રાજ્ય બહારનાં પુસ્તક પ્રકાશકોની ઉપરિચતીને આવકારી સૌ પરત્વે ઋણાનુભાવ વ્યક્ત કર્યો હતો. પુસ્તક પ્રદર્શનમાં યુનિ.નાં વિવિધ વિદ્યાભવનીનાં અધ્યક્ષક્ષીઓ, પુસ્તક પ્રેમી નગરજનો, શિક્ષણવિદો, કેળવણીકારો,

વિવિધ વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગમતા પુસ્તકો અંગે જાણકારી મેળવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!