ભાવનગર ડિવિઝનના કર્મચારીની મદદથી ટ્રેનમાં છુટેલ મુસાફરની ટ્રોલી બેગ પરત મળી આવી

ભાવનગર ડિવિઝનના વાણિજ્ય વિભાગના કર્મચારીની મદદથી ટ્રેનમાં છુટેલો મુસાફરની ટ્રોલી બેગ પરત મળી આવી
પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન નંબર 22957 ટ્રેનના B/2 કોચમાં એક મુસાફર વિરમગામથી જૂનાગઢ આવ્યો હતો. જૂનાગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં, તેની એક ટ્રોલી બેગ ટ્રેનમાં રહી ગઈ હતી, જેમાં આશરે રૂ. 30,000/-નો સામાન હતો.
જૂનાગઢ સ્ટેશનેથી ટ્રેન ઉપડ્યા બાદ મુસાફરને ટ્રોલી બેગ ન મળતાં તેણે તુરંત સ્ટેશનની ટિકિટ નિરીક્ષકની કચેરીનો સંપર્ક કરી ઉક્ત ટ્રેનમાં કામ કરતા મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી ચેતન દેવાણીનો મોબાઈલ નંબર લીધો હતો. ટ્રોલી બેગ ગુમ થયાનો સંદેશો મળતાં, મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી ચેતન દેવાણી ઉપરોક્ત કોચ પાસે ગયા અને ત્યાં તેમને એક ટ્રોલી બેગ લાવારસ હાલતમાં મળી. ટ્રોલી બેગ યોગ્ય રીતે ઓળખાઈ ગયા પછી, મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી ચેતન દેવાણી પરત ફરતી વખતે ટ્રોલી બેગ જૂનાગઢ લાવીને મુસાફરને સૌંપી દિધી.
ટ્રોલી બેગ સુરક્ષિત રિતે મળવા પર, મુસાફરે તેમનો આભાર વ્યક્ત કર્યો અને રેલવે પ્રશાસન અને મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી ચેતન દેવાણીનો આભાર માન્યો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે ઉપરોક્ત કાર્ય માટે મુખ્ય ટિકિટ નિરીક્ષક શ્રી ચેતન દેવાણીની પ્રશંસા કરી અને પ્રોત્સાહિત કર્યા.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300