માંગરોળ : આરેણા ગામે રક્તદાન કેમ્પ યોજાયો.

માંગરોળ તાલુકાના આરેણા ગામે રક્તદાન કેમ્પ યોજાયો.
જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે સિવિલ હોસ્પિટલ જુનાગઢ,ગીરનારી ગૃપ જુનાગઢ અને શિવમ્ ચક્ષુદાન-આરેણાના સહયોગથી તારીખ ૭/૩/૨૫ ને શુક્રવારે સમય બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
હાજર મહાનુભાવો,ગામના સરપંચ શ્રી બચુભાઈ મકવાણા, શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રી,,પત્રકારશ્રીમિલનભાઈ, તથા આવેલ ડોક્ટર શ્રીઓ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ની શરૂઆત કરી હતી.
આજના આ રક્તદાન કેમ્પમાં ચોરવાડથી મંથનભાઈ ડાભી,માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડાના નયનભાઈ ઠક્કર,લખમણબાપા,બાપા સીતારામ ગૌશાળા ચોરવાડથી જયેશભાઈ,શેરિયાજ બાપાસીતારમ ગૌશાળામાંથી કરશનભાઈ ડાકી, રમેશભાઈ આંત્રોલિયા,લખમણભાઈ વાડલિયા તેમજ ગૌસેવકો,માંગરોળ ગૌરક્ષા સેનામાંથી જી.કે.રબારી,નચિકેતા સ્કુલ માંગરોળના વિપુલભાઈ પરમાર,દાનાભાઈ ખાંભલા,યુવા પત્રકારશ્રી મિલનભાઈ બારડ,યોગેશભાઈ ઠાકર,વાસાભાઈ જોટવા-આરેણા,ગ્રામપંચાયત આરેણાના સરપંચશ્રી બચુભાઈ તથા રાકેશભાઈ યોગાનંદી મકવાણા,જુનાગઢ ગીરનારી ગૃપના દિનેશભાઈ રામાણી તથા વત્સલભાઈ કારીયા ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવવામાં ખુબ સારો સહકાર આપ્યો હતો.
રકતદાન કરવા આવેલ બેહનો માટે અલગ રૂમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
માંગરોળ થી પુજાબેન પિયુષભાઈ ભસ્તાના પણ આરેણા ગામે રક્તદાન કરવા આવેલ હતા.
આરેણા પે સેન્ટર શાળા બાળકો ને આચાર્ય સાહેબ તથા ગુરુ જનો દ્વારા રક્ત દાન શિબિર ની મુલાકાત લિધી અને નિલેશભાઈ ચાંદેગરા સાહેબે રક્ત દાન પણ કર્યું સાથે સાથે આરેણા એસ. આર.નંદાણીયા વિદ્યા મંદિર ના ભીમસીભાઈ નંદાણિયા જોડાયા અને રક્ત દાન કર્યું.
આરેણા સ્કુલના બાળકો પણ રકતદાન કેમ્પ ની મુલાકાતે આવેલા, રક્ત દાન કેમ્પ ની મુલાકાત થી બાળકો માં પણ મોટા થઈ રક્તદાન કરવા માટેની ચોક્કસ જાગૃતિ આવશે.
આજના આ રક્તદાન કેમ્પમાં આવેલ રક્તદાતાશ્રીઓને ગીરનારી ગૃપના દિનેશભાઈ રામાણી અને વત્સલભાઈ કારીયા દ્વારા ગીફ્ટ આપી બિરદાવવામાં આવ્યા હતા.
આમ આ રીતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ,ગીરનારી ગૃપ જુનાગઢ તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંકલનથી યોજાયેલ આ રક્તદાન કેમ્પને સમસ્ત રક્તદાતાશ્રીઓ,ડોક્ટરશ્રીઓ,આજુબાજુની ગૌશાળાના ગૌસેવકો,સ્વયંસેવકો તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ,માતાઓ,બહેનો દ્વારા ખુબ જ સારો સહકારી આપી સફળ બનાવ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે આપ સૌનો શિવમ્ ચક્ષુદાન આરેણા,સિવિલ હોસ્પિટલ જુનાગઢ તેમજ ગીરનારી ગૃપ જુનાગઢ આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300