ડો. વિરમભાઇ ગોઢાણીયાના ૮૫મા જન્મ દિનની ભવ્ય ઉજવણી

ડૉ.વી.આર.ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાના ૮૫મા જન્મ દિનની ભવ્ય ઉજવણી
જીવનમાં પ્રગતિ કરવા સમયને વેસ્ટ નહિ પણ ઇનવેસ્ટ કરો ::ડૉ. વિરમભાઈ ગોઢાણીયા
આર્યસમાજ દ્વારા” સતાયુ વૈદિક યજ્ઞ, “ લાખોના ખર્ચે નવનિર્મિત કોર્ડિંગ લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટ બાઝાર ડોટકમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પોનું થયુ લોકાર્પણ:
ગોસા(ઘેડ) : પોરબંદર ખાતે આવેલી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત શિક્ષણ , શિસ્ત અને સંસ્કાર ઘડતમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી જીલ્લામાં અનોખું સ્થાન ધરાવતી અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના ચાર જિલ્લા માં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ અને જૂનાગઢ ની કુલ આશરે ૧૬૭ કોલેજમાંથી રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા નેક (હેડ કર્વાટર બેંગલોર) દ્વારા A-gred ધરાવનાર પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે ૮૫ વર્ષની ઉંમરે યાદશક્તિ, નિર્ણય શક્તિ અને કાર્ય શક્તિ એ તેઓના વ્યક્તિત્વની આગવી ઓળખ ધરાવતા ટ્રસ્ટનાં પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાનાં ૮૫મા જન્મ દિન ની ઉજવણીનું ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવાર દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામા આવેલ હતું.
પોરબંદર ખાતે સમગ્ર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવારનાં ઉપક્રમે કોલેજના ભરત મ્યુનિ રંગ મંચ ખાતે ટ્રસ્ટનાં પ્રમુખ ડો વિરમભાઇ ગોઢાણીયાનાં ૮૫માં જન્મદિન ઉજવણી વિદ્યાર્થીનીઓ દ્વારા વેદ મંત્રોચારથી શરૂઆત થઈ હતી.
પોરબંદર ગોઢાણીયા મહિલા કોલેજ પ્રિન્સીપાલ ડો. કેતન ભાઇ શાહએ સંકુલની છત્રીસ વર્ષની શિક્ષણ યાત્રાની વિકાસ ગાથા ટ્રસ્ટના પ્રમુખ ડૉ વિરમભાઈ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા નું વિઝન અને મિશન ગણાવી સૌને આવકાર્યા હતાં.
ડૉ વિરમભાઈ ગોઢાણીયાના ૮૫માં જન્મ દિન ઉજવણીના કાર્યક્રમાં ટ્રસ્ટી શ્રીમતિ જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, એકેડમિક ટ્રસ્ટી ડૉ હિનાબેન ઓડેદરા, શ્રીમતિ મંજુબેન ભરતભાઈ વિસાણા, ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા, શ્રીમતિ જયશ્રીબેન વી ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવના બેન અટારા સહીતના મહાનુભાવો ની ઉપસ્થિતમાં ટ્રષ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડૉ વિરમભાઈ ગોઢાણીયા એ જન્મ દિન નિમિતે બર્થડે કેક કાપીને છાંત્રો અને સકુલ પરિવારને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો યુગ ડીઝીટલ ટેક્નોલોજી નૉ યુગ છે ત્યારે વૈશ્વિક બદલાતા પ્રવાહો સાથેઆપણે કદમ મિલાવી ને આપણી જાતને અપગ્રેડ કરવી પડશે બદલાતા આ ટેક્નોલોજી ના યુગમાં આપણામાં બદલાવ નહિ લાવીએ તો આપણે શાક્ષર હોવા છતાં ડીઝીટિલ યુગમાં નિરક્ષર ગણાશું આપણે જે સમય મળ્યો છે તેને વેષ્ટ ન કરતા સમયને ઈન્વેસ્ટ કરવાનું જણાવીને તેમના સાડત્રીસ વર્ષના જીવના સ્મરણો વાગોળી અભિવાદન કરવા બદલ ઋણ સ્વીકાર કર્યોં હતો
જન્મ દિન ઉજવણી ના પ્રારંભમાં પોરબંદરની યોગા કોલેજ ના કોર્ડિંનેટર જીવા ભાઈ ખૂંટી, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગી, ગગનભાઈ કુહાડાએ વૈદિક યજ્ઞ કરાવી સતાયું ની શુભ કામના પાઠવી હતી.
ગોઢાણીયા ઈંગીલશ મીડીયમ સ્કૂલ ખાતે ના આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો એ હેપ્પી બર્થ ડેના ગીતો સાથે હવામાં રંગીન ફુગાઓ ઉડાડી ડૉ. વિરમભાઈ ગોઢાણીયા ઉપર ગુલાબ પુસ્પોની વર્ષા કરી હતી . જયારે નાના ભૂલકાઓએ શુભેચ્છાઓ કાર્ડ આપી ને આવકાર્યા હતાં. જયારે સકુલ ડિપાર્ટમેન્ટ ના પ્રિન્સિપાલએ ચોપડી અને સ્ટાફ દ્વારા બુકે આપી સન્માનિત કરાયા હતાં. કોલેજના છાત્રો એ ગરબા પ્રસ્તુત કર્યા હતાં. અને મહિલા કોલેજના છાત્રો દ્વારા ડૉ વીરમભાઈને રેખાકન ફોટો અર્પણ કરાયો હતો.
આ તકે મહિલા કૉલેજ દ્વારા આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ નાં ૨૧મી સદીનાં આધુનિક યુગમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નાં સંદર્ભે છેલ્લા છત્રિસ વર્ષથી ભણાવ- વામા આવતી જુની પદ્ધતિ ની જગ્યાએ નૂતન શિક્ષણ પદ્ધતિ મા બદલાવ લાવવા માટે લાખો રૂપિયા નાં ખર્ચ નવનિર્મિત કોડિંગ લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટ બાઝાર ડોટકોમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પોનું ટ્રસ્ટ નાં પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા નાં હસ્ત્તે લોકાર્પણ કરવામાં મા આવેલ હતુ.
આ ઉપરાંત ગોઢાણીયા કન્યા છાત્રાલયમાં શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ નવનિર્મિત રસોઈ ઘરનું પણ લોકાપર્ણ કરાયું હતું.
આ જન્મોત્સવ ઉજવણી મા ગોઢાણીયા શૈક્ષણિક સંકુલનાં પ્રિન્સીપાલ , ડીપાર્ટમેન્ટનાં હેડ અને પ્રોફેસરો તેમજ ડો.ધવલ ભાઇ ખેર, યસભાઇ દાસાણી, દેવર્ષિબેન વિસાંણાં,કાંધલભાઇ જાડેજા,નિયતિબેન ઓડેદરા, ડો સુલભા બેન દેવપુરકર, ડો. કલ્પનાબેન જોષી, ડો.ભાવના બેન કેશવાલા, જીવા ભાઈ ખુંટી, ટ્રષ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, કન્યા છાત્રાલયના કિરણ બેન ખૂંટી, સહિતનો સમગ્ર સંકુલ પરિવાર તેમજ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યા માં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.
સમગ્રુ કાર્યકર્મનું સંચાલન પ્રોફેસર ડો. જાનકી કોટેચાતથા પ્રોફેસર ડો. કાજલબેન ખૂંટી એ તેમજ આભાર વિધિ મહિલા કોલેજ ના સિનિયર પ્રોફેસર ડો.એન.કે.વાઘેલા એ કરી હતી.
રિપોર્ટ : વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300